________________
[ ૩૯૫
સુરિશેખર ધીશ વિગેરે રાજ અમલદારેએ પણ ડાહ્યા શેઠને ત્યાં ચરિત્ર નાયકની વાણું શ્રવણને સહર્ષ લાભ લીધે હવેઃ ધર્મક–
ચરિત્ર નાયકની પુણ્ય પ્રકૃતિ એવી અજબ ભરેલી છે કે જેઓની છાયામાં અવરનવર ધર્મકાર્યો થયા કરે છે. જેઓશ્રીની વાણીમાં એ ઉચ્ચ પ્રભાવ છે કે સાંભળનાર કાંઈને કાંઈ જરૂર પામી જાય છે. વજ જેવા કઠોર હૃદયો પણ પીગળતા અસાધારણ ધર્મકૃત્યોમાં યોજાય છે. જેઓની ઉચ્ચ ત્યાગવૃત્તિ, સરળ અને પ્રશાન્ત પ્રકૃતિ, અજોડ નિસ્પૃહતા અને અસાધારણ વ્યાખ્યાન પ્રભાવ આદિ ગુણે ભલભલાને મુગ્ધ બનાવે છે. પ્રોઢ પ્રતાપી ચરિત્ર નાયકના પુનિત દર્શનાર્થે શેઠ નગીનભાઈ કરમચંદ સંઘવી ચાલીશ પચાશ આદમીના કાફલા સાથે આવ્યા. તેઓના તરફથી ઉપધાન વાહકેનું સાધર્મિક વાત્સલ્ય, દેવદ્રવ્યની વૃદ્ધિ આદિ સુકાર્યો થયા. ઉદાર વ્યક્તિઓ જ્યાં જાય ત્યાં પોતાની ઉદાર વૃત્તિ દાખવે છે. તેમજ અમદાવાદથી ધી યંગમેન્સ જૈન સેસાયટીના કાર્યવાહકે શેઠ બકુભાઈ મણીભાઇ, ચીમનલાલ કેશવલાલ કડીયા આદિ ચાલીશ પચાસ જણે આવી અને સ્નાત્ર મહોત્સવ કરી ધર્મશભા ઠીક વધારી. સુરતથી મુનિશ્રી લલીતોગવિજયજીના સંસારી માતુશ્રી ગુલાબ બેન તથા તેમના ભાઈ રાયચંદ નગીનચંદ વિગેરે વંદનાર્થે આવ્યા હતા. તેમના તરફથી ડુંગર ઉપર પૂજા પ્રભાવના રાખી સૌનું સાધર્મિક વાત્સલ્ય ઠાઠથી કરવામાં આવ્યું. આવી રીતે બહાર ગામથી આવેલ ગૃહસ્થાએ ધર્મપ્રભાવના ફેલાવીઃ માલાપણુ મહત્સવ–
ઉપધાનતપની પૂર્ણાહુતી થતાં માલારેપણુ મહત્સવ આડંબરથી પ્રારંભાયે. તે નિમિત્તે શ્રી ગોડીજીપાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં ઠાથી પૂજાએ ભણાવાતી. માળારોપણ નિમિત્તે એક ભવ્ય વરઘોડો ચઢાવવામાં આવ્યો. બહાર મેદાનમાં બાંધેલ ભવ્ય મંડ૫માં માગશર વદ પાંચમના