Book Title: Kavikulkirit Yane Suri Shekhar
Author(s): Labdhisuri Jain Granthmala
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 467
________________ કવિકુલકિરિટ પદપ્રદાન પ્રતિષ્ઠાનું કાર્ય નિર્વિદને પસાર થતાં લગભગ દશવાગ્યાના સુમારે બહાર તૈયાર કરેલા ભવ્યમંડપમાં માનવ મેદનીને ઠઠ જાઓ. આ પ્રસંગે ચરિત્ર નાયકના વિશદ અને વરદહસ્તે પિતાના શિષ્ય પન્યાસજી શ્રી ભુવનવિજયજીને ઉપાધ્યાયપદ, ગણીપ્રવર શ્રી જયન્તવિજયજીને પન્યાસપદ અને મુનિશ્રી પ્રવીણવિજયજીને ગણપદ વિધિ પુરસ્સર પ્રદાન કરવામાં આવ્યું. આ સમયે જનતાના જયજયારથી આકાશ ગુંજી ઉઠયું. પદપ્રદાન બાદ ચરિત્રનાયકે પદગ્રાહકોને તે પદની મહત્તા ઘણી સુંદર શૈલીએ સમજાવી હતી. વિનીત શિષ્યએ પણ શિષ્ટભાષામાં શિક્ષા અનુકુળ વર્તવા અભિલાષા જણાવી તથા ગુરૂકૃપા દિન દિન વધતી રહે એવી અભ્યર્થના કરી. આ પ્રસંગે મંદિરના કાર્યકરોને ઉચિત ઇનામે શ્રીસંઘ તરફથી આપવામાં આવ્યા. અંતે છાણીવાલા શા. ચીમનલાલ પ્રેમચંદ, શીવલાલ હીરાચંદ, શા. ચુનીલાલ ગરબડદાસ તથા ડાઈવાળા તરફથી શ્રીફળની પ્રભાવના લઈ સૌ કઈ વીખરાયા હતા, તેમજ આ પ્રસંગે સાધ્વી શ્રી મંજુલાશ્રીની શિષ્યા સાધ્વીશ્રી મહેન્દ્રશ્રીને વડી દીક્ષા અર્પણ કરવામાં આવી હતી, તેમના સંસારી પિતા સીપેરનિવાસી પટવા દલીચંદ લવજીભાઈ તરફથી જૈનોના ઘર દીઠ શેર શેર સાકરના પડા વહેંચવામાં આવ્યા હતા. આજ દિવસે બપોરના ગંજાવર મેદની વચ્ચે છાણીથી આવેલ વિધિવાલાઓ દ્વારા ઘણીજ સ્પષ્ટતાથી શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું. આ પ્રસંગે અઠ્ઠાઈ મહેત્સવ, શાંતિસ્નાત્ર તેમજ સાતમ અને આઠમના સાધર્મિક વાત્સલ્ય વડાલીવાલા સ્વ. શા. મણીભાઈ દલછારામના ધર્મપત્નિ શ્રીમતિ તારા બહેનના તરફથી કરવામાં આવ્યા. પાંચમ તથા છઠના દિને શા. અમૃતલાલ પારેખના તરફથી સાધર્મિક

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502