________________
૪૦૨]
કવિકુલકિરીટ તેવા દુર્ગુણગ્રાહી દુર્જને પણ પિતાની ઉલ્ટીમતિને સુલ્ટાવી આ ગ્રન્થમાંથી સારને સ્વીકારે એમ ઈચ્છીએ છીએ. બાકી દષ્ટિદેષથી સદ્દગુણને પણ દુર્ગુણેની બ્રાન્તિથી દેખાતા હોય તેવા મનુષ્ય કેવળ દયા પાત્ર મનાય.
વળી ગમે તેમ હોય પણ સજજને અને દુર્જનને ઉભયને હમારી ભલામણ છે કે આ ગ્રન્થાવલેકનથી સદ્ગુણ સંચય કરી આત્માને નિર્મળ બનાવશે મતિ મંદતાથી, સ્મૃતિ વૈપરીત્યતાથી કે ગ્રન્થને જલદી પુર્ણ કરવાની આવેગી કામનાથી અગર અન્ય કોઈ કારણથી કોઈપણ સ્થળે ખલના નજરે ચઢે તે તે વાંચકવૃન્દ ક્ષેતવ્ય રાખશે એવી આશાથી વિરમું છું.
આ ગ્રન્થનો બીજો ભાગ પણ વાંચકવર્ગના કર કમલમાં મૂકવા લેખકની કામના છે.