Book Title: Kavikulkirit Yane Suri Shekhar
Author(s): Labdhisuri Jain Granthmala
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 468
________________ સરિશેખર [૪૦૧ વાત્સલ્યો થયા હતા. તેમજ થના દિને સીપેરનિવાસી શા. મણીભાઈ મગનલાલ તરફથી સાધર્મિક વાત્સલ્ય થયું હતું. આ અખિલ મહેત્સવમાં બહાર ગામથી આવેલ સાધમી ભાઈઓની સેવામાં અત્રેના “વિજય લબ્ધિસૂરીશ્વરજી સેવામંડળ”ના સભ્યએ તનતોડ મહેનત કરી હતી. તેમજ ગઢ ઉપર થએલ મહેત્સવની સઘળી વ્યવસ્થા દેખરેખ રાખવામાં પારેખ મણીલાલ ચુનીલાલે તથા ટીંટોઇવાલા ખીમચંદભાઈએ તથા મંગુભાઈનેમચંદ ગાંધી વિગેરે ગૃહસ્થોએ સારે ફાળો આપે હતા. ટુંક સમયમાં દહેરીઓ ગોખલા વિગેરે તૈયાર કરાવી આપવામાં શા હેમચંદભાઈ છગનલાલની મહેનત અપૂર્વ હતી. બસ ચરિત્રનાયકના યથાર્થ અને સ્વાનુભૂત તેમજ અન્યશ્રુત સગુણનું યતકિંચિત વર્ણન અત્રે પૂર્ણ થાય છે. વાંચક મહાશય અદાવધિ ગુણ બગીચાના સુવાસિત વિકસ્વર પુષ્પની સૌરભ તૃપ્તિ પર્યત લઈ ચૂક હશે પરંતુ એ સૌરભ ને કેવલ નિર્મળ ન બનાવતા ચિરંવાસી બનાવજે, પ્રસંગે પ્રસંગે તેની શસ્ત સ્મૃતિઓ હૃદયપટ ઉપર આલેખી છવન માર્ગમાં જાગૃતિ પ્રાપ્ત કરજે, સન્માર્ગની કુચ કરવામાં તેને મદદગાર બનાવજે જેથી જીવન પંથ નિષ્કટક બનશે. જે કે મારા પરિશ્રમને સફળ જ માનું છું, કારણ કે માત્ર કલ્યાણ કામનાથી અને સગુણાનુરાગથી સંસ્તવના કરાય કે આલેખાય તે શુભફળપ્રદ નીવડે છે હાં, જરૂર હર્ષાતિરેકતાની સાથે વિશેષ સફળતા માનવા ત્યારે જ કારણ બને છે કે જ્યારે પ્રિય પાઠકગણું પુસ્તકાલકનથી પિતામાં તે ઉત્તમ ગુણોને વસવાટ કરાવે. સજજનેનું કર્તવ્ય પણ આજ હેઈ શકે બાકી જેઓનું કાવૃત્તિથી દુર્ગુણ પ્રતિ લક્ષ્ય દેરાયું છે, જેમના જીવનનું દુગુણ ગ્રહણ કરવાનું જ ધ્યેય સર્જાયું હોય તેવા દુર્જનેને સદ્દગુણો પણ દેષરૂપ બને એ અસ્વભાવિક નજ મનાય.

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502