________________
કવિકુલકિરિટ
૮૮ ] જાહેર પ્રવચને–
જે કે જેને પ્રજા તે ચરિત્ર નાયકના રસમય ચાલતા વ્યાખ્યાનેથી સંતુષ્ટ બનવા સાથે ધર્મ આરાધનમાં તરબોળ બની રહી હતી, પણ આવા અમુલ્ય ધર્મ પ્રબોધક પ્રવચનને લાભ જૈનેતર વર્ગને પણ મળે તે તેઓના જીવનમાં પણ અનેરે ધર્મ પ્રકાશ પથરાય કારણ કે તે જનતાને સાચા સુખના સાધને દર્શાવનારા ધર્મગુરૂઓ ભાગ્યે જ મળે છે. આ કામમાં ખાસ અત્રેના રહીશ નાગર ચીમનલાલની અત્યંત પ્રેરણા અને વિનતિ વિશેષ કારણ ભૂત બની. આચાર્ય દેવેશે અખિલ વર્ગને ધર્મનું રહસ્ય સમજાય અને પબ્લીક સારે લાભ ઉઠાવે એ હેતુથી જાહેર ભાષણ આપવાનું સ્વીકાર્યું. જુમ્માશાહની ધર્મશાળામાં ગંજાવર માનવ મેદની સમક્ષ પ્રથમ પ્રવચન, “સુખની ચાવી” એ વિષય ઉપર આપવામાં આવ્યું હતું. ચરિત્ર નાયકના સુમધુર સરેદથી તેમજ વિવિધ તત્વ જ્ઞાનને પીરસતું પ્રથમજ ભાષણ જૈન જૈનેતર વર્ગને ખૂબજ રૂટ્યું. સાચા પંથને દર્શાવનારૂં નીવડયું. વૃન્દને અત્યંત આગ્રહ થતાં બીજું ભાષણ “ધર્મ રહસ્ય” વિષયક તથા ત્રીજું ભાષણ “મનુષ્ય જન્મની સાર્થકતા ” વિષયક એમ અનેક વિષયો ઉપર જાહેર ભાષણે રાખવામાં આવ્યા હતા. ઉક્ત ભાષણમાં ઈડર શહેરના માન્યવર એકસર સાઇઝ સુપરિન્ટેન્ડન્ટ તેમજ રાજ કર્મ ચારી, તથા અત્રેની હાઈસ્કૂલના સંસ્કૃત ટીચર ડોકટર વિગેરેએ સહર્ષ હાજરી આપી હતી અને આચાર્ય દેવેશના આકર્ષક પ્રવચને પ્રતિ અંત:કરણને સંતોષ દર્શાવવા સાથે જૈનધર્મના અપૂર્વ ત્યાગની અને એ ત્યાગને પ્રચારનાર ધર્મગુરૂઓની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી હતી. ઘણે ભાઈઓએ પ્રવચનની ઊંડી અસર થતાં ભિન્ન ભિન્ન પ્રતિજ્ઞાઓ સ્વીકારી. બે ત્રણ જાહેર ભાષણોમાં ધર્મ સ્વાદ ચાખ્યા બાદ જૈનતર વર્ગ પણ ઉપાશ્રયમાં ચરિત્ર નાયકના વ્યાખ્યાન સાંભળવા ઉત્સાહ પૂર્વક આવતું હતું.