________________
સરિશેખર
[ ૩૮૯ વાચ્ચારણુ–
જૈનવર્ગ પ્રતિદિનના વ્યાખ્યાન શ્રવણથી ધર્મ શ્રદ્ધામાં અડોલ બનતે ગયો અને સંસારની વિષમતા, ત્યાગની ઉગ્રતા અને આદરણીયતા સમજી અનેક પ્રકારના વ્રત ઉચ્ચરવા પ્રેરાયે સંસારી જીવનમાં વ્યયસાયનો પાર ન હોવાથી. ઈયત્તાના અભાવે પાપારંભે પગલે અને ડગલે થયા જ કરે છે. સંપૂર્ણ પાપારંભેને ત્યાગ તે સંયમ સિવાય બન અશક્ય છે. દુન્યવી ક્ષણ છવી પદાર્થોની લોલુપતા અને પ્રીતિ પ્રાણુઓનું અધઃપતન કરાવે છે; ભવાંતરોમાં દુઃખની ઉંડી ગર્તામાં પટકે છે, માટે દુર્લભ માનવ ભવને મેળવી જે સમર્થતા હોય તો પહેલી તકે ભયંકર સંસારને ત્યાગ કરી સંયમ સ્વીકારવું ઉચિત છે. તેમ નહિ બની શકે તે સંયમ પ્રાપ્તિની કામના રાખી દેશવિરતી (બારવ્રત ) સ્વીકારી મનુષ્ય જન્મની અમુક અંશે પણ સાર્થકતા સાધવી જોઈએ, જેથી અનુક્રમે સંયમની પ્રાપ્તિ દ્વારા શિવસહેલ સાંપડે છે. પૂ. આચાર્ય દેવેશને આવી રીતે યુક્તિયુક્ત હૃદય દ્રાવક ઉપદેશ સાંભળી હળુકર્મ આત્માઓને ઉંડી અસર થતા લગભગ ૬૦ સ્ત્રી પુરૂષોએ ચરિત્ર નાયકના વરદ હસ્તે બારવ્રત, ચતુર્થવ્રત, જ્ઞાનપંચમી, વિશસ્થાનક વિગેરે વ્રતે ઉચ્ચારી જીવનમાં નવીન પ્રકાશ પાડેઃ ધાર્મિક પરીક્ષાને મેળાવડ–
પૂ. વિજયકમળસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી સ્થપાયેલ શ્રી આત્મારામજી જૈન પાઠશાળાની છત્રીશમી વાષક પરીક્ષાને ઈનામ મેળાવડે ચરિત્રનાયકના અધ્યક્ષ્યપણા હેઠળ થયા. જેમાં આચાર્ય દેવેશે સચેટ ઉપદેશદ્વારા જ્ઞાન પઠન પાઠનની આવશ્યક્તા, ધાર્મિક જ્ઞાનથી મળતા અલભ્ય લાભ શિક્ષક અને વિદ્યાથીઓની અને અન્ય ફરજો તથા મિયા કેળવણુથી થતું આત્માનું અધઃપતન વિગેરે વિગેરે વિષય ઉપર સુંદર સ્પષ્ટી કરણ કર્યું હતું. તેમજ ક્રમશઃ ચરિત્રનાયકના વરદ હસ્તે પુસ્તક એનાયત કરવામાં આવ્યા હતા. પાઠશાળા