________________
સરિશેખર
[ ૩૯૧
યાત્રાર્થે આવે છે. તેમજ જૈનેતર વિદ્યાના પણ આ તીર્થની વિઝીટ લઈ ધણા પ્રસન્ન થાય છે. આ તીર્થના છેલ્લા ઉલ્હાર પૂ॰ વિજયકમળસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી લગભગ બે લાખ જેટલા દ્રવ્યના વ્યય કરી ઘેાડાજ વર્ષ પહેલા પુર્ણ થયે છે:
ઇડર પ્રજાના એકના એક વિશ્વાસુ ધ શ્રદ્ધાળુ સેવાપરાયણ હેમચંદભાઇથી કાણુ અજ્ઞાત છે! જેએની ઉદારવૃત્તિ મહાન કાર્યો કરવાની હિંમત અને ધીરજતા તેમજ કુનેહથી ગુંચવાયલા કાકડાને ઉકેલવાની દક્ષતા ચેામેર પ્રસિદ્ધ છે. સ્વ॰ વિજયકમળસૂરીશ્વરજી મહારાજના જેમના ઉપર અતુલ પ્રભાવ પડયા હતા અને તે પ્રભાવ તેઓના હાથે થઈ રહેલ જીર્ણોદ્વાર વિગેરે ધમ કા`થી પુરવાર થાય છે. ખરેજ ઈડર તીના છીદ્ધારનું કાર્યં શ્રીયુત્ હેમચંદભાઇએ કટીબદ્ધ થઈ પૂર્ણ કર્યું છે. અખિલ ઈડરની જનતા એકેઅવાજે તેના ગુણગાન કરી રહી છે. વળી જેમની વય પુગતી થવા આવી છે છતાં પણ ચરિત્રનાયકના ઉપદેશથી એમણે શ્રાવકની એ પઢિમા અમા ઉત્સાહથી અને અજોડ સહિષ્ણુતાથી વહન કરી છે. તેમજ ચરિત્રનાયકના વરદ હસ્તે ખારવ્રત ઉચ્ચરી તથા ઉપધાન તપની આરાધના કરી આત્મ ઉન્નતિ સાધવા ભાગ્યશાલી થયા છેઃ
ચરિત્રનાયક વિશાળ પિરવારસહ ગઢ ઉપર પધાર્યાં અને સભ્ય જિનાલયમાં પ્રભુના દર્શન સ્તવના કરી, નિરીક્ષણ કરતા આખુ એ મંદિર દેવવિમાન સદંશ ભાસ્યું. ત્યાંની નિઃસીમ શાન્તિ અને વિશુદ્ વાતાવરણુ ક્ષણભર ચરિત્રનાયકના ચિત્તને ઠારવા લાગ્યું, પરન્તુ શીખર પરષ્ટિ કરતા એક બાજુના ભાગ કાંઈક ઢળતા દેખાયા. આ વાતની જાણુ હેમચંદભાઇને કરી, તપાસ કરતા જણાયું કે શીખરનું કામ મજમ્મુત જાણી કેશ્યું ન હતું. શીલ્પ શાસ્ત્રીઓએ પ્રથમ તકે શીખરના છોઁદ્દારની અનિવાર્ય આવશ્યકતા જણાવી. પૂ॰ આચાય દેવેશના ઉપદેશથી દશેક હજારની બહારગામથી ટીપ કરવામાં આવી. એનુ કામ પણ હેમચંદભાઈની દેખરેખ નીચે ધમધેાકાર ચાલી રહ્યું છે.