________________
કવિકુલકિરીટ કરવા તૈયાર થયું છે. પણ ઉપર કહેલી મેહની વિલક્ષણ અને દુર્ગમ ચપલ ચેષ્ટાઓથી સાવચેત રહેજે.
લાલચંદભાઈ બુદ્ધિશાળી હોઈ સમયોચિત સઘળું કરવા હિંમતશાળી હતા. એ વાત પૂ. આચાર્ય શ્રી જાણતા હતા પરંતુ સંયમ ગ્રહણ કરવાવાળા જિજ્ઞાસુને દીક્ષામાં આવતી મુશીબતે જણાવી ઉપદેશ આપી મક્કમ બનાવે એ તેમની ફરજ હતી તે અદા કરી.
લાલચંદભાઈએ બે હાથ જોડી વિનયપૂર્વક હસ્તાવને ભાવગર્ભિત વાચાએ નિવેદન કર્યું કે, હે ગુરૂવર ! આપે જે ઉપદેશ આપે તે અક્ષરેઅક્ષર સાચે છે. એ માટે આપને મારા પર અગણ્ય ઉપકાર છે. એ ઉપકારને બદલે આ જીવંત આપની ચરણસેવાથી પણ વળે એવો નથી. વળી મારી એક આપના પ્રત્યે નમ્ર વિનંતિ છે કે, મારા કુટુંબીઓને અનેકધા સમજાવ્યા છતાં એકના બે થતા નથી. મારે સંયમ સ્વીકારવું એ વાત ચેસ છે. માટે કઈ છે ગામમાં આ મારી ઉત્તમ ભાવનાને આપ સફળ બનાવે સંયમ ગ્રહણ કર્યા પછી તેના રક્ષણ માટે મારી સંપૂર્ણ શક્તિ અજમાવીશ. આપ બે ફીકર રહે. બોરનું સદભાગ્ય
દીક્ષા માટેની અજબ હિંમત અને તીવ્રવેગી ભાવનાએ આચાર્ય દેશના હૃદયને આનંદમાં ગરકાવ કર્યું. અને ભાવિમાં આવતી કષ્ટોની પરંપરાથી બેદરકાર રહી સ્વયં તે જિજ્ઞાસુ મુમુક્ષુને સાથ આપવા તૈયાર થયા.
આચાર્ય પુંગવના ત્યાગ, નિઃસ્પૃહતા વિગેરે ગુણે પ્રતિ માણસાની જનતા ઘણું આકર્ષાઈ હતી. આવા એક અજોડ નિગ્રન્થનું ચાતુર્માસ અહીં પ્રથમજ હતું તેથી સૌકોઈ સપ્રેમ તેઓની સેવામાં, વચનપાલનમાં સહર્ષ તૈયાર રહેતા, મુસળધાર દેશનારૂપી મેઘની વૃષ્ટિ