________________
સરિશખર
[ ૨૦૦ પદ્માવતિદેવીની પ્રતિષ્ઠા માટે અનેક અગ્રગણ્ય ગૃહસ્થ વિનંતિ માટે આવ્યા. આ કામ ચરિત્રનાયકના હાથે થાય તે સારું એવી તેઓની ભાવના હતી. આચાર્ય દેવની આજ્ઞાથી ચરિત્રનાયક પોતાના શિષ્ય મુનિ શ્રી લક્ષણવિજયજી સાથે સ્વાગત પધાર્યા, સૌ કોઈ જનતા હર્ષઘેલી બની. પ્રવચન શ્રવણને લાભ લેવા લાગી. પ્રતિષ્ઠા માટેની તૈયારી ચાલી. સૌ કોઈ આ મહત્સવ ઉજવવા ઉત્સાહી બન્યા. જિનમંદિર શણગારાયું, પૂજાઓ ઠાઠમાઠથી ભણાવા લાગી. બહાર ગામની જનતા આવવા લાગી.
સંસારની કર્મ જન્ય કારમી વાસનાઓ માનવોના મનની ચંચલતા ઊભી કરે છે. મનને સ્થિર રાખવું એ દુઃસાધ્ય છે. સ્થિર મનવાલા, નિયતવિચારેવાળા, મહાપુરૂષે અલ્પજ હોય છે. આજે જે ભાવના હૃદયમાં ઉત્પન્ન થઈ તે ભાવનાઓને સફળ કરે, વિલંબ ન કરે. સુભાવનાને વિલંબ તે ભાવનાના પુરને રેધક છે. ભાવદીપકની મંદતા–
ચરિત્રનાયક ઉમેટા પધાર્યા હતા. જેમના ઉપદેશથી વિરક્ત બનેલા બે યુવકોને, સંસારને ત્યાગી મોક્ષમાર્ગના સોપાન સમી દીક્ષાને સ્વીકારવા આ ઉમેટામાં આવવાનો નિર્ણય હતું. તેલ ખૂટે એટલે બત્તી બુઝાય છે. પ્રકાશ નાશ થાય છે એટલે અંધારું છવાય છે. પછી અડવડીયા ખાવા પડે એ સ્વભાવિક છે. ઉપદેશ તેલને અભાવ થતાં તે વિરત બનેલા યુવકોના હૃદયમાં ભાવદીપક મંદ થયો, ચરિત્રનાયકને આ સમાચાર મળતા પિતાના શિષ્ય મુનિ શ્રી લક્ષણવિજયજીને છાણું મેલવામાં આવ્યા. ધન્ય છે તારક ગુરૂઓને જેઓ પિતે તક્લીફ વેઠીને ભાવુકેને સંસારથી તારવા પુરૂષાર્થ ખેડે છે. વૃદ્ધ આચાર્યદેવે પણ બન્ને યુવકોને બોલાવી તેઓની મંદ બનેલી ભાવનાને ઉત્તેજિત કરવા ઘણજ અસરકારક ઉપદેશ આપ્યો હતે.
૧૪