________________
સૂરિશેખર કહી શકાય કે જેઓ પિતાની સંતતિને મેક્ષ માર્ગે વાળવા પ્રયત્ન કરે છે. ત્રીભવનદાસના ધાર્મિક સંસ્કાર ઘણું ઉત્તમ હોવાથી ગીત ગાન, સ્તવન નૃત્ય કરી પ્રભુની ભકિત બજાવવામાં તેઓ અત્યંત હર્ષ પૂર્વક ભાગ લેતા હતા. તપશ્ચર્યા ઉપર પણ તેમને સારે પ્રેમ હતે. ચતુર્થવ્રત ગ્રહણ કરવા તેમણે છઠ અઠમ આદિની તપશ્ચર્યા કરી હતી.
ત્રીભેવનદાસના ધર્મપત્ની વીજકરબેન પણ સ્વભાવે શાન્ત અને સરળ હતા. તેમનામાં પણ ધર્મના સંસ્કારે સારા હતા. આવા સુસંસ્કારિત માતપિતાના યોગે ધીરૂભાઈને પણ આ માર્ગે આવવાની ભાવના થાય એ સ્વભાવિક છે. એકતે પૂર્વના સંસ્કાર અને બીજી બાજુ ધમી માતપિતાઓના સંસર્ગ. આ બે સરસા જે ભાગ્યશાલીને સાંપડે તેના સંસાર વ્યાહને ખસતાં વાર લાગતી નથી. જ્યારે ધીરૂભાઈની પણ દશવર્ષની બાલ્યવયમાં સંસાર છોડવાની ભાવના ચેકકસ માલૂમ પડી એટલે તેઓ પોતાની પત્નિ તથા પુત્રરત્ન સાથે દીક્ષા ગ્રહણ કરવાની શુભ ભાવનાથી છાયાપુરીમાં આવી પહોંચ્યા. દીક્ષા મહોત્સવ
દીક્ષાની ભાવના આચાર્યશ્રી આગળ પ્રગટ કરી. આચાર્યશ્રીએ જણાવ્યું કે, એક ઘરમાંથી એકી સાથે તમે ત્રણ ભાગ્યશાલી આ ફાની દુનિયાને ત્યાગ કરવા ઉદ્યમવંત થયા છે એ કાંઈ ઓછા ભાગ્યની વાત નથી. માટે આ શુભ કાર્યમાં વિલંબ કરવો એ શ્રેયસ્કર નથી. છાયાપુરીના સંધને આ સુઅવસર પ્રાપ્ત થતાં અત્યંત આનંદ થયો અને દીક્ષા મહોત્સવને સારી પેઠે ઉજવવા કમ્મર કસી. આ અવસરે ચીમનલાલ મુળચંદ ગરબડદાસના ધર્મપત્ની બેન હીરા બેને સાર દ્રવ્યને વ્યય કરી ભાગ લીધો હતે. દીક્ષા નિમિત્તે એક ભવ્ય વરઘેડ ચઢાવવામાં આવ્યું હતું. જેમાં હાથી, રાજરસાલે, બેન્ડ વિગેરે સુશોભિત સામગ્રીઓ હોઈ અને હાથી ઉપર દીક્ષા લેનાર