________________
સૂરિશેખર
t૩૦૯ પ્રવચન આપ્યું હતું. અત્રે ચાતુર્માસની અત્યંત આગ્રહભરી વિનતિ થઈ હતી પણ મહારાજશ્રીને કપડવંજ જવાનો ભાવ હોવાથી અત્રેથી વિહાર કર્યો. જેવી ક્ષેત્ર સ્પર્શના–
અને કપડવંજના અગ્રગણ્ય શેઠીઆઓએ ચરિત્રનેતાને ચાતુર્માસ માટે વિનતિ કરી. પરંતુ મહારાજશ્રીએ જણાવ્યું કે હજી સમય ઘણો છે. જેવી ક્ષેત્રા સ્પર્શના હશે તેમ થશે. હાલતે કપડવંજ તરફ આવીએ છીએ. કપડવંજની ધમી જનતાએ મહારાજશ્રીને અપૂર્વ સત્કાર કરી પ્રવેશ મહત્સવ કરાવ્યો.
હમેંશ ચરિત્રવિભુની જોરશોરથી વૈરાગ્યવાહીની દેશના શરૂ થઈ. જેમાં યુવાનવર્ગ વિશાળ સંખ્યામાં આવતો હતો. તે દેશનાના પ્રભાવે કપડવંજની જનતામાં અપૂર્વ જાગૃતિ આવી, ઘણુઓએ બારવ્રત, જ્ઞાન પાંચમ આદિ વ્રત ઉચ્ચર્યા. તેમજ મુનિશ્રી કલ્યાણવિજયજીની વડી દીક્ષા વખતે લગભગ પાંચ, સાત યુવકેએ ભરયુવાનીમાં સજોડે ચતુર્થવ્રત ગ્રહણ કર્યું હતું. એ ચતુર્થવ્રતના પ્રભાવે તેમાંથી ઘણું ભાગ્યશાલીઓ આ અસાર સંસારનો ત્યાગ કરવા ભાગ્યશાલી થઈ ચૂક્યા છે. પ્રતિષ્ઠા મહોત્સવ–
કપડવંજથી વિહાર કરી મહારાજશ્રી છાણ સંધના આગ્રહથી સસકાર ત્યાં પધાર્યા. ત્યાં થોડા દિવસ સ્થિરતા કરી બોરસદમાં પ્રતિષ્ઠા હેવાથી ત્યાંના સંઘની અત્યંત આગ્રહભરી વિનતિથી ભવ્ય સત્કારથી ત્યાં પધાર્યા. હમેંશ ત્યાં બાંધેલા મંડપમાં જુદા જુદા વિષય ઉપર જાહેર પ્રવચને થતાં હતા જેથી જૈન જૈનેતરમાં અપૂર્વ જાગૃતિ આવી હતી. આઠે દિવસ વિવિધ પૂજા રાગરાગણીમય ભણાવવામાં આવી હતી. આગલે દિવસે જળયાત્રાને ભવ્ય વરઘડે કાઢવામાં આવ્યો હતો. બહાર ગામથી આ પ્રતિષ્ઠા મહોત્સવ નીરખવા ઘણું