________________
સરિશેખર
[ ૩૩૧ પાડી. તેમણે ત્રણ મહિનાથી છએ વિષયને ત્યાગ કર્યો હતે. પૂ. આચાર્યશ્રીને ઉપદેશ સાંભળી તથા તેમની દીક્ષા લેવા પ્રત્યે અપૂર્વ મક્કમતા જોઈ તેમના માતુશ્રીઓ તથા ભાઈએ આત્મકલ્યાણના પવિત્ર કાર્યમાં સહકાર આપે. અને સાથે સાથે સુરત પધારવા વિનતિ કરી. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીને ચાણસ્માપતિ જરૂરી વિહાર હોઈ તેને અસ્વીકાર થવાથી તેમના ધર્મપ્રિય માતુશ્રી તથા ભાઈએ વૈશાખ સુદ ૬ ના દિને હમે જાતે સાણંદ આવી દીક્ષા ધામધુમથી અપાવીશું એવી શરત કરી નેમચંદભાઈને સાથે સુરત લઈ ગયા હતા.
સાણંદમાં દીક્ષા મહોત્સવ–
નાપાડથી પૂ. આચાર્યદેવ વડતાલ, માતર, કાસંદા, મૌરૈયા વિગેરે ગામોમાં અનેક જીવોને પ્રતિબોધતા વૈશાખ સુદ એથના દિને સાણંદ સસત્કાર પધાર્યા હતા. આચાર્યશ્રી જ્યારથી ત્યાં પધાર્યા ત્યારથી જનસમુહમાં ઘણો જ આનંદ ફેલાઈ રહ્યો હતો. રેજ આચાર્યશ્રીના પ્રવચનને લાભ લેકે ઉત્સાહપૂર્વક લેતા હતા તેમાં સોનું અને સુગંધી જેવો પ્રસંગ એ બન્યું કે, તેમચંદભાઈ ઘણું સમયથી દીક્ષાના ઉતેજાર હતા. તેઓની ઓગણીસ વર્ષની નાની ઉમ્મરમાં આવી તીવ્ર વૈરાગ્યવાસનાએ કુટુંબીઓના અંતઃકરણમાં ઉંડી છાપ નાંખી અને તેના પ્રભાવેજ લગભગ નાના મોટા ૨૫ માણસે સાણંદ મુકામે દીક્ષા અપાવવા વૈશાખ સુદ પાંચમના બપોરે આવી પહોંચ્યા આટલા બધા માણસો દીક્ષા અપાવવા આવેલા જોઈ સાણંદ સંઘને ઘણો જ આનંદ થયો. તુરત સંધના માણસો ભેગા થયા.
સુરતવાલા તરફથી બે માણસેને મકલી બેન્ડતથા ઉપધિ વિગેરેને પ્રબંધ કર્યો સં. ૧૯૮૯ના વૈશાખ સુદ ૬ના માંગલ્યમય પ્રભાતે અમીઝરા પાર્શ્વનાથના દહેરાસરથી લગભગ પિણાનવ વાગે ઇન્દ્રધ્વજ સાંબેલાએની ગાડી, મેટર, પ્રભુજીને રથ વિગેરે સામગ્રીથી શોભતે એક