________________
સરિશેખર
( ૩૬૭
મેતીને સાથીઓ પધરાવી સુવર્ણ અને ચાંદીના પુષ્પથી વિવિધ ગુહલીઓ કાઢી સ્થળે સ્થળે વધાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે બહારગામથી આવેલ નગીનદાસ કરમચંદ સંઘવી તથા શેઠ પિપટલાલ ધારશીભાઈ આદિ સદગૃહસ્થોએ હાજરી આપી હતી. અત્રે પૂ૦ ચરિત્રવિભુની હમેંશ દેશના ચાલતી હોવાથી ઘણી ધર્મ જાગૃતિ થવા પામી હતી. ભવ્ય રચના અને વરઘોડો–
પૂઆચાર્ય મહારાજશ્રીના શિષ્યરત્ન ઉપાધ્યાયજી શ્રી ગંભીરવિજયજી મહારાજને તથા ઉપાધ્યાયજી શ્રી લક્ષણવિજયજી મહારાજને આચાર્યપથી વિભૂષિત કરવાને અત્રે નિર્ણય થયા. તથા નમકેરબેનને તથા એમના પુત્રી હંસાકુમારીને પણ દીક્ષા આપવાને શુભદિવસ નિર્ણત થઈ ચૂક્યો હતો, આચાર્યપદ પ્રદાન તથા પ્રવજ્યાપ્રદાન નિમિત્તે ભવ્ય મહત્સવની તૈયારીઓ ચાલી. એક ભવ્ય મંડપ તૈયાર કરવામાં આવ્યો. અતીવ કારીગરીથી વાસણોની કમાન રચી. વિવિધ તીર્થોની રચના પણ કરવામાં આવી. ભવ્ય સમવસરણમાં ભગવાનને પધરાવવામાં આવ્યા હતા. પ્રતિદિન ચાલી પૂજામાં તથા ભાવનામાં ચીમનલાલ ગવૈયા, દીનાનાથ તથા લબ્ધિસૂરિજી જૈન સંગીત મંડલી બોલાવેલી હેઈ અપૂર્વ જલ જામતું હતું. આ નિમિત્તે કેરીઓ પણ ગામેગામ મેકલવામાં આવી હતી. જેથી બહાર ગામમાંથી પણ ઘણું માણસે આવી પહોંચ્યા હતા. જુદા જુદા ગૃહસ્થા તરફથી સંધજમણ કરવામાં આવ્યાં હતાં. પ્રવજ્યા નિમિત્તે એક ભવ્ય વરઘડે કાઢવામાં આવ્યો હતો, ભવ્ય ગાડીમાં બેસી નેમકેરબેન તથા તેમના પુત્રી છુટે હાથે લક્ષ્મીની ચંચળતા સુચવતા વરસીદાન આપી રહ્યા હતા. પદાર્પણ તથા દીક્ષા–
ગામબહાર વૈષ્ણવની ધર્મશાળામાં બાંધેલા વિશાળ મંડપમાં સ્થાનિક તથા બહારગામથી આવેલ હજારે માનવમેદની સમક્ષ જયશેષના ગુજારવ વચ્ચે ચરિત્રનાયકના વરદહસ્તે ઉપાધ્યાયજી શ્રીમદ્