________________
શિખર
( ૩૭૭ એ વાતને ઘણો સમય થવાથી કાંઈક શિથિલતા આવી છે એમ ત્યાંના
નવર્ગ પાસે સાંભળ્યું. મહારાજશ્રી પધાર્યાના સમાચાર ઠાકરસાહેબને મળતાં દર્શન માટે આવ્યા હતા. ચરિત્રવિભુએ એમને મનુષ્યજન્મની દુર્લભતા તથા સાત વ્યસને, સાચા સુખની પ્રાપ્તિના ઉપાયો નરક આદિની મહાન વ્યથાઓ આદિ અનેક વિષય ઉપર ટુંકમાં સટ ઉપદેશ આપ્યો હતે જેની અસર કેરશ્રી ઉપર સારી થવા પામી હતી.
અત્રેથી વિહાર આણંદ, વડતાલ, કરેલી, રામેલ, માતર, ખેડા, બારેજા આદિ સ્થળે પધારતા ચરિત્રવિભુને અપૂર્વ સત્કાર કરવામાં આવતું હતું. ઘણે ઠેકાણે નવકારશી તથા પૂજા, પ્રભાવનાઓ પણ થઈ હતી. તથા દરેક ઠેકાણે જાહેર પ્રવચને પણ થતા હતા. જેથી ગામડાની આજ્ઞાની પ્રજા મોટા પાપમાંથી બચી જવા ભાગ્યશાલી થતી હતી.
બારેજાથી અમદાવાદના સથ્રહસ્થની વિનતિથી તથા વયેવૃદ્ધ આચાર્ય શ્રીમદ્ વિજયસિદ્ધિસરીશ્વરજી મહારાજના પુનઃદર્શનની ઉકંઠાથી સસત્કાર ત્યાં પધાર્યા. જ્યાં બે ત્રણ દિવસ જનતાએ દેશનાને લાભ લીધો હતો. શંખેશ્વર –
રાધનપુરના હરગોવનદાસ મછુઆર ખંભાત મુકામે મહારાજશ્રી પાસે તેમના તરફથી થતા ઉદ્યાપન તથા નવપદજીની ઓળી નિમિત્તે ત્યાં પધારવાની વિનતિ કરવા આવ્યા હતા. મહારાજશ્રીએ નવ્વાણું ટકા આવવા સ્વીકાર્યું હતું. પાછા તેઓ અમદાવાદ મુકામે વિનતિ કરવા આવ્યા હતા. કારણ કે, મહારાજશ્રી પધારી શકે એમ નથી એવા સમાચાર તેમને પહોંચી ગયા હતા. મહારાજશ્રીને ખેડામાં તાવની બીમારીને લીધે લગભગ આઠેક દિવસ રોકાઈ જવું પડયું હતું. જેથી શંખેશ્વર જવાની ભાવના મંદ થઈ હતી. પરંતુ અમદાવાદ