________________
૩૮૦]
કવિકુલકિરિટ મહત્સવ પ્રારંભા, આખા બજારને શણગારવામાં આવ્યું હતું. આમંત્રણ પત્રિકાઓ કાઢવામાં આવી હતી. જેથી બહારગામથી ઘણું લેકેએ ભાગ લીધે હતે.
આ પ્રસંગે અમદાવાદથી શાન્તમૂર્તિ ઉપાધ્યાયાજી મહારાજ શ્રીમદ્ મનેહરવિજયજી મહારાજ આદિ ઠાણું તથા આચાર્ય મહારાજ શ્રીમદ્દ રામચંદ્રસૂરિજી મહારાજના શિષ્યરત્ન મુનિશ્રી મનકવિજયજી તથા મુનિશ્રી કાતિવિજયજી આદિ ઠાણા પધાર્યા હતા. સુરતથી પ્રખ્યાત ગવૈયા માસ્ટર દીનાનાથ આવેલ હોઈ પૂજા–ભાવનામાં શ્રોતાની ઠઠ જામતી હતી. આગલે દિવસે જળજાત્રાને ભવ્ય વરઘડે નીકળ્યો હતો. જેમાં મુસ્તફા બેન્ડ, નિશાન કંકો, ચાંદીને રથ હાથી વિગેરે અપૂર્વ શોભા આપી રહ્યા હતા. આ પ્રસંગે પાટડી દરબારના કુંવરે તથા અન્ય અમલદાર વર્ગે હાજરી આપી હતી.
સંવત ૧૯૯૩ ના વૈશાખ સુદ ત્રીજના શુભ દિવસે પૂ૦ આચાર્ય દેવના વરદ હસ્તે સેંકડો માનવના જય જયારવ વચ્ચે સ્વર્ગસ્થની પાદુકાની તથા મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. છેલ્લે દિવસે અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું. પ્રતિષ્ઠાની ખુશાલીમાં અમદાવાદના મગેડીવાળા શેઠ માણેકલાલ ચુનીલાલ તરફથી જૈન જૈનેતર તમામને ઘરદીઠ શેર શેર સાકરના પડીકા વહેંચવામાં આવ્યા હતા. આઠે દિવસ સાંજ સવાર જુદા જુદા ગૃહ તરફથી નવકારશી જમણ કરવામાં આવ્યા હતા. બીલકુલ ઠીક છે –
પાટડીમાં થયેલ અખિલ ધર્મોત્સવના મુખ્ય પ્રેરક ઉભાવક નિવકાર સ્વ. પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વિબુધ શિષ્ય રત્ન મુનિ શ્રી મંગળવિજયજી મહારાજ હતા. ખરેખર તેઓએ સ્વતારક ગુરૂદેવની સૌન્દર્ય ભરી મૂર્તિ દ્વારા સ્મૃતિ