________________
ક૭૪ ]
કવિકુલકિરીટ ભવ્ય પ્રવેશ
ઉમેટામાં ચરિત્રનેતા બહોળા શિષ્ય પરિવારસહ પધાર્યાના સમાચાર મળતાં છાણીને સંધ સહર્ષ મેટી સંખ્યામાં વન્દનાર્થે આવ્યા હતા ત્યાં જ પ્રવેશ મુદ્દત નક્કી થયું. છાણીની જૈનજનતા પ્રવેશ મહત્સવ ઉજવવાની તૈયારીમાં રેકાઈ. ગામના દરવાજાથી લઈને ઠેઠ ઉપાશ્રયસુધી અનેક ધ્વજાઓ-તેરણાથી શોભતા વાસણના, સોનારૂપાના આભૂષણોના રેશમીસુત્રાઉ કાપડના લગભગ પંચાવન મંડપ રચવામાં આવ્યા હતા. ગુરૂનામાલંકૃત તથા હિત શિક્ષાના બેડે સ્થળે સ્થળે ટાંગવામાં આવ્યા હતા. ગામની અખિલ જનતા ચરિત્રનાયકના સન્મુખ ઘણે દૂરસૂધી ગઈ. સુંદર બેન્ડથી શોભતું સામૈયું ગામના દરવાજાથી શરૂ થયું. સ્થળે સ્થળે બાલિકા અનેક ગુહલી દ્વારા સુવર્ણ પ્યપુષ્પથી અને અક્ષતથી વધાવી સુમંગલેને વિસ્તારી રહી હતી. ગામને રસ્તો એટલે બધે લાંબે નહોવા છતાં સામૈયાને ફરતા લગભગ ત્રણ કલાક થયા હતા. આ અવસરે મહત્તા એ હતી કે, લગભગ ૮૪ સ્થળેએ મુંહલીઓ કાઢવામાં આવી હતી. જેમાં કેટલાક જૈનેતરેએ પણ ભાગ લીધે હતે.
ચરિત્રનાયકનું આગમન તેમજ સંસારીપણામાં અત્રેના રહેવાસી તેઓશ્રીના ગણિવરશ્રી ભુવનવિજયજી આદિ પાંચ શિષ્યોનું આગમન ઘણે વખતે થવાથી સૌ કોઈને મનમાં આનંદની ઉમીઓ ઉછળી રહી હતી. સામૈયુ ઉપાશ્રયે આવ્યાબાદ પૂર આચાર્યશ્રીએ સુંદર ઉપદેશ આપ્યો હતે. પદાર્પણ તથા તૈયારીઓ–
પ્રૌઢપ્રભાવક ચરિત્રનેતાના વિવિધ તત્વમય પ્રવચને ચાલતા અખિલ જનતાને અસાધારણ આનંદ થશે. તેમજ પન્યાસપદ પ્રદાન નિમિત્તે ભવ્ય મોત્સવની તૈયારીઓ ચાલી. ગામના અખિલ યુવકોએ અને વૃદ્ધોએ