________________
૩૭૦ ]
કવિકુલકિરીટ અત્રેથી પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયગંભીરસૂરિજી તથા અમરેન્દ્રવિજયજી આદિ ઠાણ ચારને ખેડા, આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલક્ષ્મણરિજી તથા મુનિશ્રી હેમેન્દ્રવિજયજી આદિ ઠાણા ચાર ને વિરમગામમાં, મુનિશ્રી નવીનવિજયજી, સુરેન્દ્રવિજયજી તથા સત્યવિજ્યજી ઠાણ ત્રણને ઉમેટામાં, મુનિશ્રી પ્રવીણવિજયજી, પદ્મવિજયજી તથા મહિમાવિજયજી ઠાણા ત્રણને છાણીમાં તથા મુનિશ્રી ગીન્દ્રવિજયજી તથા મુનિશ્રી કૈલાસવિજ્યજીને સીનેરમાં તે તે ગામના સંધના અત્યંત આગ્રહથી ચાતુર્માસ કરવા આજ્ઞા આપી હતી. વિરમગામ મુકામે આચાર્ય શ્રીમદ્ લક્ષ્મણરિજીના હસ્તે ગગલભાઈને દીક્ષા આપી તેમનું નામ મુનિ સુમિત્રવિજયજી રાખી પૂ૦ ચરિત્રવિભુના શિષ્ય કર્યા હતા. જંબુસર પધાર્યા
જંબુસરથી શા. વાડીલાલ તથા નગીનદાસ વિગેરે ગૃહસ્થ ભરૂચનિવાસી શા. શાંતિલાલ મગનલાલને જબુસરમાં દીક્ષા અપાવવાની ભાવનાથી ત્યાં પધારવા માટે પૂ. આચાર્યશ્રીને ખંભાત મુકામે વિનતિ કરવા આવ્યા હતા. મહારાજશ્રીએ લાભાલાભ જાણી તેમની વિનતિ સ્વીકારી સત્કાર ત્યાં પધાર્યા, કાવી મુકામે પધારતા જંબુસરથી કેટલાક ગૃહસ્થ સામે આવ્યા હતા.
જંબુસર જતાં પહેલાં ખંભાતની જનતાએ પ્રવર્તક શ્રી ભુવનવિજ્યજીને અને ગણપદ અર્પણ કરવા માટે પાણી પધારવાને નિર્ણય કરી લીધું હતું.
શાંતિલાલ મગનલાલને બે ત્રણ વર્ષ થયા દીક્ષા લેવાની ભાવના હતી. પણ તબીયતના કારણે તે લઈ શક્યા ન હતા. તેમણે ઉપધાન તપની આરાધના વર્ધમાન તપની ઓળી, જ્ઞાનપંચમની આરાધના, પૌષધ, પ્રતિક્રમણ વિગેરે ધર્મ અનુષ્ઠાનથી પિતાના આત્માને સારી પેઠે કેળવ્યું હતું. તદુપરાંત આખું ચોમાસુ છાણી મુકામે મુનિશ્રી