________________
૩૫૮ ]
કવિકુલકિરિટ હજાર માનવાનું સાજન મહાજન પૂજ્ય આચાર્યાદિ, મુનિવરે, સુશીલ સાધ્વીઓ, ભવ્ય વિમાન સમાં ચાંદીના રથમાં બીરાજમાન જિનપડિમાથી શેભતે માલાપણના આગલે દિવસે ભવ્ય વરઘોડે ચઢાવવામાં આવ્યો હતું. બીજે દિવસે વિશાલમંડપમાં માનની ગંજારવ મેદનીમાં જયનાદના ગુંજારવ વચ્ચે શારાના પ્રભાવક આચાર્યદેવના વરદહસ્તે ભવ્ય આત્માઓના કંઠમાં શિવરમણીને વરવાની વિવિધવણ માલાઓ પરિધાપન કરવામાં આવી. આ પ્રસંગે આચાર્ય મહારાજશ્રીના વિદ્વાન શિષ્ય મુનિરાજ શ્રી ગંભીરવિજયજી ગણિવર તથા મુનિરાજશ્રી લક્ષ્મવિજ્યજી ગણિવરને પન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા હતા. છેલ્લે દિવસે શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું. લગભગ સત્તર હજારની દેવદ્રવ્યમાં આવક થઈ હતી. પહેલીમાળ ત્રણ હજાર રૂપીઆમાં ગઈ હતી. બહાર ગામથી આવનાર સર્વેનું ઉપધાન કરાવનારાઓ તરફથી સાધર્મિક વાત્સલ્ય કરવામાં આવ્યું હતું. હજારે માણસને માનવસાગર ઉભરાયું હતું છતાં માલારે પણ મહત્સવ નિર્વિદને પસાર થયા હતા. નાની-મેટી મળી લગભગ ૧૨૫ લહાણુઓ થઈ હતી. પૂરા ચરિત્રનેતાની અજબ લબ્ધિથી મારવાડમાં ઘણી શાસનપ્રભાવના થવા પામી હતી. પ્રતિષ્ઠા તથા પદાર્પણ
બરલુટ નગરથી વિહાર કરી ચરિત્રનેતા જાવાલના સંધની આગ્રહ ભરી વિનતિથી પ્રતિનિમિત્તે સસત્કાર ત્યાં પધાર્યા.
અત્રે કેટલાક વખતથી ક્લેશના બીજે પરસ્પર પાયા હતા. તે પૂ. આચાર્યશ્રીના ઉપદેશથી નષ્ટ થવા પામ્યા હતા. સૌ એકમત થયા પછી ત્યાંના દહેરાસરમાં ખસી ગયેલી કેટલીક પ્રતિમાઓ શુભા દિવસે સવિધિ પ્રતિષ્ઠા પૂ. આચાર્યદેવના વરદહસ્તે કરવામાં આવી હતી. તથા તેજ દિવસે પન્યાસજી શ્રીમદ્ ગંભીરવિજયજી મહારાજને તથા પન્યાસજી શ્રીમદ્ લક્ષ્મણવિજયજી મહારાજને ઉપાધ્યાયપદથી