________________
સૂરિશેખર
૩૭ રાજને ગણપદ અર્પણ કર્યું હતું, તે નિમિત્તે અઈ મહોત્સવ પ્રભાવનાદિ કરવામાં આવ્યા હતા - અત્રેના સંઘમાં અંતર કલેશની વેલ ઘણીજ વ્યાપક બની હતી અને એ કલેશના પ્રભાવે ઘણું ધમકા સીદાતા હતા, ચરિત્રનેતા હમેંશ વ્યાખ્યાનમાં એ વિષયને સુંદર બોધ આપતા હતા. કલેશથી થતા આ ભવમાં અને પરભવમાં ભોગવવા પડતા કડવા વિપાકનું સચેટ ભાન કરાવતા હોઈ તે કલેશના મૂળ નાબૂદ થવા પામ્યા હતાઃ છરીપાલતા સંઘ
શાંતિનું વાતાવરણ ફેલાતા નેમકેરબેન ગિરનારજીને સંઘ કાઢી પોતાની લક્ષ્મીને સદ્વ્યય કરવા પ્રેરાયા. સંઘ કાઢવા અંગેની સઘળી સામગ્રીઓ તૈયાર કરવા લાગ્યા, સંધ નિમિત્તે આમંત્રણ પત્રિકાઓ પણ નીકળી હતી, જેથી બહારગામના પણ કેટલાક માણસે તેમાં જોડાયા હતા. સં. ૧૯૯૧ ના પિષ સુદ ૧૩ શુભદિવસે પ્રાતઃકાલમાં ભવ્ય વરઘોડા સાથે સંધે પ્રયાણ કર્યું હતું:
વચમાં આવતા દરેક ગામમાં સંધનું સુંદર સ્વાગત કરવામાં આવતું હતું, પૂ. ચરિત્રનેતાના દરેક સ્થળે સુંદર પ્રવચને થતાં હતાં જેથી અનેક જૈન જૈનેતરમાં ધર્મ જાગૃતિ અપૂર્વ થવા પામી હતી.
મંદિર, ઉપાશ્રય, પાઠશાળા, વર્ધમાન ખાતું તથા પાંજરાપોળ આદિ દરેક ગામેથી આવતી ટીપમાં સંઘવેણ નેમિબેન તરફથી સારી રકમ આપવામાં આવતી હતી.
પિષ વદ ૧૩ ના શુભદિવસે જુનાગઢ સંઘ પહોંચ્યું હતું. ત્યાંના સંધ તરફથી તથા પેઢી તરફથી પૂ. આચાર્યશ્રી આદિ સંઘનું ઇન્દ્રવજા, બેન્ડ, વોલીન્ટીઅરકેટર આદિ સુંદર સામગ્રીથી શોભતે એક ભવ્ય વરઘડે કાઢી સુંદર સ્વાગત કરવામાં આવ્યું હતું. આખા ગામને ધ્વજા, તારણ આદિથી શણગારવામાં આવ્યું હતું, સંધને