________________
૩૫૦ ].
કવિકુલરિટ આવી પહોંચ્યું હતું. આખા મંડપની શોભા એવી તે આકર્ષક બનાવી હતી કે અખિલ શહેરના જૈન જૈનેતરે તે જોવાને માટે ઉભરાતા. સંવત ૧૯૯૧ ના ફાગણ સુદ બીજના શુભ દિવસે તેઓશ્રીના પટ્ટપ્રભાવકના વરદ હસ્તે અનેક માનવની મેદની સમક્ષ જયેષણના અદૈત નાદ સહ તે ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરાવવામાં આવી. આ પ્રસંગે બહાર ગામથી આવેલ સર્વેનું સાધર્મિક વાત્સલ્ય શેઠ નગીનદાસ તરફથી ભક્તિપૂર્વક બજાવવામાં આવ્યું હતું. છેલ્લે દિવસે વિધિ સહિત શાંતિસ્નાત્ર પણ ભણાવવામાં આવ્યું હતું. ભરૂધર પ્રતિ પ્રયાણ
પાટણ શહેરથી પ્રતિષ્ઠાનું કાર્ય નિર્વિને પૂર્ણ થયા બાદ વિશાળ મુનિમંડળ સહ ચાણસ્મા, ઉંઝા, ધીણોજ, કંથરાવી, સિદ્ધપુર, પાલણપુર આદિ અનેક ગામમાં ભવ્ય સત્કારથી સકારાતા અને અનેક ભવ્યાત્માઓને પ્રતિબદ્ધતા યાત્રાની કામનાથી આબુ ઉપર પધાર્યા. આદર્શ મંદિર–
ગુજર અને મરૂધર દેશના પહાડની ઉંચાઈમાં અબુદગિરિને પહેલે નંબર આવે છે.
જટાઝુંડ, વૃક્ષની ઘટા, નિર્મળ જળના ઝરતા ઝરણાઓ, નાની મેટી ડુંગરીઓ, શાંત વાતાવરણ ભરી ગુફાઓ, કેટલાક પ્રાચીન અવશેષ, તથા નખી તળાવ વિગેરે દ પ્રેક્ષકના ચિત્તને ક્ષણભર ડેલાવે તેવા છે. તેમજ અત્રેની આબોહવા ગરમીની સીઝનમાં ઘણું અનુકુલ રહે છે. અનેક રાજાઓ તથા શેઠીઆઓ તથા અન્ય આમવર્ગ અત્રે સ્થાયી રહે છે.
આ બધા કરતાં દર્શનીય અને આદર્શ તે અદ્દભુત જૈન મંદિરે છે. જે મંદિરમાં કેડે રૂપીઆને ખર્ચ કરી તૈયાર કરવામાં આવ્યા છે. ધર્મનિષ્ઠ બુદ્ધિનિધાન વસ્તુપાલ અને તેજપાલનું બનાવેલ