________________
સરિશેખર
[ ૨૫. તેમની જીવતી જાગતી કીર્તિના ધામરૂપ એક ભવ્ય મંદિર છે. બીજી જિનમંદિર અબુંદગિરિની ઉપત્યકામાં વસતી ચન્દ્રાવતી નગરીને રાજા કહે કે રખેવાળ કહે એવા શ્રી વિમલશાહનું બનાવેલું છે. અને દહેરાસરેમાં અપૂર્વ કેરણી તથા કારીગરી એવીતે કરવામાં આવી છે કે જેને જોવા માટે અનેક યુપીઅને, તથા વિદ્વાને આવે છે. પ્રેક્ષકે બારીકાઈથી જુએ તે તેમાંથી નવનવા ભાવ અને હાર્દી તરી આવે છે. કલાની દષ્ટીએ અત્રેની કારીગરીઓ પ્રાચીન નિખિલ અવશેષો કરતાં ઉચ્ચતમ કહી શકાય તે વખતના જૈને કેટલા સમૃદ્ધ, દાનવીર, અને ધર્મધગશવાલા હશે તેના પુરાવારૂપે આ દહેરાસરોજ બસ છે.
વિજ્ઞાન માર્ગમાં નિપુણ, હિંદના અને હિંદ બહારના અનેક પ્રેક્ષકે ફકત કારીગરીજ જોવા માટે દૂર દૂર પ્રદેશથી આવે છે. ઘણું લેકે તે કેમેરાથી ફેટ પણ લઈ જાય છે.
ગગનચુંબી ભવ્ય જીનાલયોમાં જિનપ્રતિમાઓ પણ શાન્ત અને દર્શનીય છે. તે પ્રતિમાઓના દર્શન કરી ભાવુક આત્માઓ નિબિડ કર્મને નાશ કરે છે.
આપણું ચરિત્રનાયક પણ વિશાળ મુનિમંડળ સહ ભવ્ય પ્રતિમાઓના દર્શન કરી, તથા અજાયબ ભરેલી કારીગરી નિહાળી હર્ષિત થયા હતા. ત્યાંથી થેડેક દૂર આવેલ અચળગઢની પણ યાત્રા કરી, અત્રે પ્રવચનો પણ થયા હતા. અત્રે ઉપાધ્યાયજી શ્રીમદ્દ રામવિજયજી મહારાજ આદિ ઠાણું પણ તે અવસરે યાત્રા કરવા આવ્યા હતા. આબુથી વિહાર –
અત્રેથી વિહાર કરી ચરિત્રનેતા અણદરા પધાર્યા. આ ગામના નામની સામાન્યરીતે વ્યુત્તપત્તિ કરીએ તે એમજ થાય કે જેમાં આદર ન હોય તે અનાદરા ગામ કહેવાય તેજ ગામે પૂ૦ ચરિત્રનેતા પધાર્યા ત્યારે સુંદર સ્વાગત અને ભક્તિ બજાવી હતી. પવિત્ર પુરૂષોના પગલાંથી મનુષ્યની ભાવના ફરી જાય એ સ્વભાવિક છે.