________________
સરિશેખર
[ ૭૪૯ સત્કાર કરી ભવ્ય પ્રવેશ મહત્સવ કરવામાં આવ્યું હતું. સામૈયુ સંધવી નગીનદાસ કરમચંદના વ્યાખ્યાન હાલમાં ઉતર્યું હતું. નિર્ણય –
પાટણએ સ્વ. આચાર્ય મહારાજ શ્રીમદ્દ વિજયકમલસૂરીશ્વરજી મહારાજની આચાર્ય પદાર્પણની ભૂમિ છે. પાટણ એ અનેક પ્રાચીન જૈન મંદિરેથી પરિમંડિત છે. અહીંની જનતા સાધુ પરત્વેના રાગથી અનન્ય રંગાયેલી છે. આવા સ્થાનમાં એ મહાત્મા પુરૂષના ચિરસ્મરણાર્થે કઈ ભવ્ય પ્રતિબિંબની પધરામણ થવી જોઈએ આવી ભાવના સ્વ. આચાર્યદેવના અનન્ય રાગી સંઘવી નગીનદાસ કરમચંદના હૃદય મંદિરમાં પુનઃ પુનઃ પુરતી હતી. તે ભાવનાને પ્રબળ બનાવનાર સાધને સંલબ્ધ થતા ગયા. આ વાત અમદાવાદ મુકામે આચાય વર્યના પટ્ટપ્રભાવકને કરી સંમતિ મેળવી લીધી હતી. થોડા જ સમયમાં તેમના તરફથી એક જ્ઞાનમંદિર તૈયાર કરાવવામાં આવ્યું. જેનું નામ “કેશરબાઈ જૈન જ્ઞાનમંદિર” રાખવામાં આવ્યું છે. તે જ્ઞાનમંદિરના આગલા ભાગમાં ગુરૂમંદિર બનાવી જયપુરના કારીગરધારા તૈયાર થએલી ભવ્ય મૂર્તિ પધારાવવાનો નિર્ણય થયે. પ્રતિષ્ઠા મહોત્સવ–
આ નિમિત્તે અઠ્ઠાઈમહત્સવ શરૂ કરવામાં આવ્યું. સંધ આમંત્રણ પત્રિકા પણ કાઢવામાં આવી હતી. તથા શેઠ મણીલાલ કરમચંદ તરફથી તેજ મંડ૫માં મુલ્યવાન સરસ જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉપકરણે પધરાવી ઉજમણું માંડવામાં આવ્યું હતું. એજ મંડપમાં હમેંશા વિવિધ રાગ રાગણીમય પૂજાઓ પ્રસિદ્ધ ગવૈયા શ્રાદ્ધરત્ન મેહનભાઈ ભણાવતા હોવાથી શ્રેતાજનેને અપૂર્વ આનંદ આવતે હતું. આ શુભ અવસરે મુંબઈ, સુરત, મહેસાણા, રાધનપુર, ચાણસ્મા, ખંભાત, છાણી, પાલીતાણા આદિ અનેક સ્થળેથી મોટો માનવ સમુહ