________________
૩૪૮ ]
કવિકુલકિરિટ મુકામ ગીરનારની તળેટી આગળ રાખવામાં આવ્યો હતે. બીજે દિવસે સકળસંઘ સાથે પૂ. આચાર્ય મહારાજ આદિ ગીરનારજી ઉપર ચઢયા હતા. ત્યાં બાળબ્રહ્મચારી નેમનાથ ભગવાનના દર્શન કરી અપૂર્વ આનંદ મેળવ્યું હતું. “રેવતગિરિનાવાસી છનને ક્રોડે પ્રણામ” વિગેરે સ્તવનથી ખૂબ ભકિત કરી, તેજ દિવસે પર્વત ઉપર સંઘવેણ નેમિબેનને ચતુર્વિધસંઘ સમક્ષ નાણું મંડાવી માળારે પણ ક્રિયા કરવામાં આવી હતી. ત્યારબાદ પૂ. આચાર્યદેવે સંઘ કાઢવાથી થતા ફાયદાઓ, તેનાથી ઉપાર્જન થતું અપૂર્વ પુણ્ય વિગેરે વિષય ઉપર સટ વ્યાખ્યાન આપ્યું હતું. પેઢીમાં પણ સંધણ તરફથી સારી રકમ અર્પણ કરવામાં આવી હતી. સંઘમાં લગભગ બસે અઢીસે માણસેએ લાભ લીધું હતું. સંઘમાં આવનાર ભાઈઓની ભકિત સારી પેઠે બાવવામાં આવી હતી. કેઈને પણ કોઈ જાતની તકલીફ ન હતી. આ સંઘમાં નેમિબેનના ભાઈ તથા તેમના ભત્રીજા કાલીદાસભાઈએ પિતાને આત્મભેગ આપી સંઘની સુંદર સેવા બજાવી હતી. સંઘ અત્રે ત્રણ ચાર દિવસ રોકાઈ વિખેરાય હતે. પાટણ પ્રતિ વિહાર–
પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવાની હેઈ અત્રેથી વિહાર કરી જેતપુર, રાજકેટ, વાંકાનેર, ધ્રાંગધ્રા વિગેરે શહેરમાં પ્રવચન દ્વારા અનેક જીવને પ્રતિબોધતા પાટણ નજીક કુણઘેર મુકામે આવી પહોંચ્યા. પાટણના આંગણે શાસનપ્રભાવક ચરિત્રનાયક પધારતા હોઇ શાસનરસીક સંઘ અત્યંત હર્ષ ગરકાવ બને. અને સન્મુખ દર્શનાથે આવી પહોંચ્યો. પ્રવેશ મહોત્સવની અપૂર્વ તૈયારીઓ ચાલી.
આ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજ્ય દાનસૂરીશ્વરજી મહારાજ પણ પિતાના બહોળા શિષ્ય પરિવાર સાથે અમદાવાદથી વિહાર કરી આવી પહોંચ્યા હતા. ઉભય આચાર્ય દેવને અપૂર્વ