________________
૩૪ર ]
કવિકુલકિરીટ બનાવેલા “સિદ્ધાચલના વાસી છનને ક્રોડે પ્રણામ” એ સ્તવનમાં આ વાત લાવ્યા છે કે “ગડીપાર્શ્વ જિનેશ્વર કેરી, કરણ પ્રતિષ્ઠા વિનતિ ઘણેરી દર્શન પામે માની જનને કોડે પ્રણામ”. આ સ્તવન પાલીતાણામાં તથા બીજા અન્ય સ્થળેએ ઘણું પ્રચાર થવા પામ્યું છે. પ્રતિષ્ઠા મહોત્સવ
પ્રતિષ્ઠા સુમુદ્દતના દિવસ પહેલાં અત્રેની ભાવુક જનતાએ ભવ્ય અને વિશાળ તૈયાર કરેલા મંડપમાં અઈ મહત્સવ પ્રારંભાયો. બહાર ગામથી આ શુભ અવસરે અનેક માણસે આવ્યા હતા. પ્રતિઠાના આગળના દિવસે જલ યાત્રાને એક ભવ્ય વરઘોડે ચઢ. સંવત ૧૯૯૦ ના જેઠ સુદ ૧૧ ના દિવસે નવીન બાંધેલા ભવ્ય મંદિરમાં ગેડીજી પાર્શ્વનાથની પ્રતિમાની તેમજ બીજા અનેક બિંબની ધામ ધૂમ પૂર્વક પૂજ્ય આચાર્ય દેવના વરદ હસ્તે સુલગ્ન સુમુહૂર્ત અને સુતત્વમાં વિધિ સહિત જ્યના ગુંજારવ વચ્ચે પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રતિષ્ઠાના દિવસે અમદાવાદના ભેગીલાલ ગુલાબચંદ તથા પાલીતાણાના માસ્તર કુંવરજી દામજી આદિએ અષ્ટોતરી સ્નાત્ર ભણાવ્યું હતું. પ્રતિષ્ઠા બાદ પ્રભુના મુખ ઉપર અભુત તેજ પ્રસર્યું. સૌએ પ્રભુ સ્તવના કરી અપૂર્વ આહાદ મેળવ્યો. આ મૂરત એટલું તે સરસ હતું કે પ્રતિષ્ઠા પછી ત્યાંની જનતા અત્યંત સુખી થઈ. આ પ્રસંગે હજરે માણસેને મેળે મળ્યો હતે. છતાંય શ્રી પાર્શ્વનાથ ભગવાનના પ્રતાપે અને ચરિત્ર નાયકની યશસ્વી પ્રકૃતિના ગે સર્વ કાર્ય નિર્વિને સંપૂર્ણ થયું હતું.
આ પ્રસંગે જુદા જુદા ગૃહ તરફથી નવકારશી જમણ કરવામાં આવ્યા હતા. તથા શ્રીફળની પ્રભાવના આદિ સુકા થયા હતા, દેવદ્રવ્યની આવક પણ સારી થઈ હતી. પાલીતાણાના સ્થાનીક સંઘે બહાર ગામથી આવેલ ભાઈઓની સેવા ભક્તિ સારી બજાવી હતી,