________________
૩૪૪ 1
પર્વાધિરાજ.—
કવિકલકિરિટ
પષણપ પણ ગિરિરાજની છાયામાં અભૂતપૂર્વ ઠાઠથી ઉજવાયા. માસક્ષમણુ આદિ અનેક જાતની તપશ્ચર્યાએ પણ મોટા પ્રમાણમાં થઇ, મુનિશ્રી ભુવનવિજયજીના શિષ્ય મુનિશ્રી કલ્યાણુવિજયજીએ પણ માસક્ષમણની તપશ્ચર્યા કરી હતી. તેમજ મુનિશ્રી મહેાયવિજયજીએ તથા મુનિશ્રી રત્નાકરવિજયજીએ અઠ્ઠાઇની તથા મુનિશ્રી નવિનવિજયજીએ સાત ઉપવાસની મુનિશ્રી મહિમાવિજયજી તથા લલિતાંગવિ. અજિતવિ, એ પાંચ ઉપવાસની તથા વિક્રમવિજયજી તથા તેમવિજયજીએ ચાર ઉપવાસની તથા અન્ય મુનિવરોએ અમ છા–વમાન તપની ઓળીએ વિગેરે વિવિધ તપશ્ચર્યા કરી પાલીતાણાની પવિત્રભૂમિમાં યથાશક્તિ આત્મ કલ્યાણ સાધવા ભાગ્યશાલી થયા હતા. તેવીજ રીતે સાધ્વીજી તથા શ્રાવક શ્રાવિકા વર્ગીમાં પણ અનેક માસક્ષમણુ પાખમણ અને અટ્ટાઇ આદિ મેટી તપો સેકડા પ્રમાણમાં થઈ હતી.
દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણુદ્રવ્ય તથા અનેક સંસ્થાઓની ટીપ વિગેરેમાં સારી આવક થવા પામી હતી, તથા મુનિવરેરાએ કરેલ તપશ્ચર્યા નિમિત્તે મહાજનના વડામાં વિશાળ મંડપ બાંધી અઠ્ઠાઈ મહાત્સવ તથા શાંતિસ્નાત્ર વિગેરે કાર્યો થયા હતા.
'
બહારગામથી આવનાર યાત્રાળુઓની તથા માંદાઓની માવજત કરવી, મેાટા મેળાઓમાં સારા બંદોબસ્ત સાચવવા, પ્રભુભક્તિ બજાવવી વિગેરે શાસન સેવાના કાર્યો કરવાના શુભ હેતુથી ત્યાં એક મ`ડળ સ્થાપવામાં આવ્યું હતું જેનું નામ વિજયલબ્ધિસૂરિજી જૈન સેવા સમાજ મ`ડળ ” રાખવામાં આવ્યુ હતુ. ચરિત્રનેતાના શુભ નામથી અલંકૃત એક સંગીત મંડળી ખેાલવામાં આવી, જે મંડળીના બાળકા પૂજામાં, અને ભાવનામાં પૂર્વ ભક્તિ બજાવી અનેકેને ભક્તિરસમાં તરખેાળ બનાવે છે.