________________
સૂશિખર
[ ૩૩૫
મુકામે આવી પહોંચ્યા હતા. ભીખાભાઈને રીતસર ધણું સમજાવ્યું. પણ તેમની અત્યંત મક્કમતા જોઇ તેઓ પાછા ગયા હતા. તેમના પિતાશ્રી, કાકા અને માતુશ્રી વિગેરે કુટુંબીએ તેમની વડી દીક્ષા વખતે આવ્યા હતા. તે સમયે પૂજા, પ્રભાવના વિગેરે કરી સારા દ્રવ્યના વ્યય કર્યો હતો. શાસન પ્રભાવનાઓ—
ચતુર્માસ દરમ્યાન અનેક ધમ પ્રભાવના થઈ. પ્રતિનિ વિપાકસૂત્રની વાંચના ચાલતી તેમાં આવતા દુઃખના અને સુખના વિષાકા સાંભળી જનતા ધર્મમાં એકતાન બની. ઉપધાન તપની પણ શરૂઆત થઈ જેમાં લગભગ દોઢસા સ્ત્રી પુરૂષોએ ભાગ લીધે હતા. ઉપધાન તપ પૂર્ણ થતા મારાપણુને એક ભવ્ય વરધાડા નીકળ્યા હતા આઠે દિવસ પૂજા પ્રભાવનાએ કરવામાં આવતી હતી. ચરિત્રનેતાના વરદ હસ્તે માલારોપણ કરવામાં આવ્યુ હતુ.. છેલ્લે દિવસે શાંતિસ્નાત્ર પણ કરવામાં આવ્યું હતુ` સ્વામિવાત્સલ્યે પણ થયા હતા મુનિરાજ શ્રીમદ્ લક્ષ્યવિજયજી મહારાજને તથા મુનિરાજ શ્રીમદ્ ભુવનવિજયજી આદિ ઠાણા છ ચાણસ્મા ચાતુર્માસ માટે મોકલ્યા હતા અને મુનિશ્રી પ્રવીણવિજયજી તથા મુનિશ્રી પદ્મવિજયજી આદિ ઠાણુા ત્રણને સરીયદ મેકલ્યા હતા. માલારાપણુ પ્રસંગે છાણીના ચુનીલાલ ગરબડદાસની પુત્રી મછીમેનને દીક્ષા આપી તેમનું નામ મંજીલાશ્રી રાખી સુત્રતાશ્રીની શિષ્યા કરી હતી.
ઝવેરી જેચંદભાઇ——
સુરતનિવાસી ઝવેરી જીવણું નવલચંદ સંધવીના પુત્ર જેચંદુંભાઇ કેટલાક વખતથી સંયમ ગ્રહણ કરવાની અભિલાષા ધરાવતા હતા તે ગ્રહણ કરવા તેમણે યેાગ્ય પ્રયત્ન કર્યા છતાં માહવશ અનેલ કુટુંબના પજામાંથી તેઓ છૂટી શક્તા ન હતા. જો કે એમના પિતાશ્રી એક ધનિષ્ટ બારવ્રતધારી શ્રાવક છે. સંયમ પ્રત્યે તેમના સંપૂર્ણ અનુરાગ હાવા છતાં પુત્ર મેાહને લઇને તે રજા આપી શક્તા ન હતા.