________________
સૂરિશખર
ગ ૩ર૧
આ પ્રસંગે અપૂર્વ ભાવના જાગૃત થઈ ચુકી હતી. તેમણે શ્રાવણમાસમાં, દીક્ષા ન લેવાય ત્યાંસુધી એ વિગયના ત્યાગની જબ્બર પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. તેએ ખંભાત શહેરના જ વતની શા. કસ્તુરચંદ ભીખાભાઇ ચેાકસીના પુત્ર થાય છે. તેમના માતુશ્રી સકરીબેન પણ પોતે દીક્ષાના અભિલાષી હાઇ તેમના પુત્રને તેજ સન્માગે વાળવા વારંવાર પ્રેરણા કરતા હતા. તેમના સુસંસ્કારના ચેગે તેમની એગણીસ વર્ષની ભરયુવાન વયમાં આ ફાની દુનિયાને ત્યાગી, દુન્યવી મેાજશાખને અવગણી ચારિત્ર ગ્રહણ કરવાની અપૂર્વભાવના પ્રગટી હતી, જે અત્યંત અનુમેાદનીય ગણાય. આવી યુવાન ઉમ્મરની દીક્ષા ખંભાતમાં ધરને આંગણે ધણા વર્ષોપછી થતી હાવાથી સૌ કાઈને અપૂર્વ આનંદ થયા હતા તેમને દીક્ષાના અનુમેાદનરૂપે ધી યંગમેન્સ જૈન સેાસાયટી, શ્રી ઉમેદખાન્તિ જૈન બાળમંડળ તથા મહાવીર જૈન સભા તરફથી શેઠ કસ્તુરભાઈ અમરચંદના પ્રમુખપણા નીચે માનપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. આગલે દિવસે એક ભવ્ય વરઘોડે દીક્ષા નિમિત્તે કાઢવામાં આવ્યેા હતા.
સચમપ્રદાન
સુરતનિવાસી ઝવેરી લક્ષ્મીચંદભાઈ ને તથા ખંભાતનિવાસી ચાકસી અમૃતલાલભાઈને મૌન અગીઆરસના પવિત્ર દિવસે દીક્ષા આપવાનું નીણીત થયું હતું. તે દિવસે પ્રાતઃકાલમાં બન્ને યુવકૈાની તથા અમૃતલાલના માતુશ્રી સકરીબેનની દીક્ષા નિમિત્તે એક ભવ્ય વા નગીનચંદ રૂપ તરફથી ચઢયા હતા. બન્ને યુવાન મુમુક્ષુએ સરકારી ગાડીમાં બેઠા હતા. અને છુટે હાથે લક્ષ્મીની ચ ંચળતા સૂચવતા વર્ષીદાન આપી રહ્યા હતા, પાછળ પાલખીમાં બેઠેલા સકરીમેન તથા ડાહીબેન પણ છુટે.હાથે દાન વર્ષાવતાં હતાં. વરાડે ગામના ભવ્યલત્તામાં કરી જૈનશાળાએ ઉતર્યાં હતા, જ્યાં ચતુર્વિધ સંધ સમક્ષ
૨૧