________________
રિશખર
( ૩૨૫
આપવાના માટે જવાની ઉતાવળ હાઈ મહારાજશ્રી ઉવિહાર કરી મહા વદ ૮ ના દિને સસત્કાર ખંભાત પધાર્યાં. અત્રે ગુલાબચંદુંભાઈએ પાતાની પુત્રીને ધામધૂમપૂર્વક ભવ્ય વરધાડા કાઢી સારા દ્રવ્યના વ્યય કરી પૂર્વ આચાર્યશ્રીના વરદહસ્તે મહાવદ ૧૦ ના દિવસે દીક્ષા અપાવી હતી. તેમનું નામ શ્રીમતિશ્રી આપી પુષ્પાશ્રીનાં શિષ્યા તરીકે જાહેર કર્યાં હતાં. તે પ્રસ ંગે અટ્ઠાઈઓચ્છવ માંડ્યો હતા, તેમાં પાવાપુરી વિગેરેની રચના પણ તેમના તરફથી કરવામાં આવી હતી.
છાયાપુરી પ્રયાણ—
આ સમયમાં પાલીતાણાથી પૂજ્યપાદ્ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજ પોતાના વિદ્વાન પ્રશિષ્ય પન્યાસજી શ્રીમદ્ રામવિજયજી મહારાજ આદિ ઠાણાસહ ખંભાત મુકામે સસત્કાર પધાર્યાં હતા. તેઓશ્રી વડેાદરાના દીક્ષા પ્રતિબંધક કાયદા નિમિત્તે વડાદરા જવાને માટે આવ્યા હતા. પૂજ્ય ચરિત્ર વિષ્ણુને પાલીતાણા જવાની ભાવના હતી. પણ પૂ॰ વિજયદાનસૂરિજી મહા– રાજના આગ્રહથી છાણી તરફ પધારવા નિશ્ચય કર્યો હતો. તેથી ખંભાતથી વિહાર કરી. વટાદરા, ખારસદ વિગેરે ગામામાં થઈ છાણી ભવ્ય સત્કારથી પધાર્યાં હતા. આ સમયે છાણીમાં લગભગ પાણાસા સાધુઓના સમુદાય ભેગા થયા હતા.
છાણીથી વડાદરા—
જૈનશાસ્ત્રોમાં બાળદીક્ષાની મહત્તા ઘણીજ વર્ણન કરવામાં આવી છે. આપણા પૂર્વાચાર્યાં શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજ, શ્રી હીરસૂરિજી મહારાજ, શ્રી દેવસૂરિજી મહારાજ, શ્રી સામપ્રભસૂરિજી, શ્રી સામસુંદરસૂર્િચ્છ મહારાજ, શ્રીમુનિ સુંદરસૂરિજી મહારાજ તથા શ્રીમદ્ રત્નશેખરસૂરિજી મહારાજ, શ્રીમદ્ આનંદવિમલસૂરિજી, શ્રીમદ્