________________
૩૨૯ ]
કવિકુલકિરીટ લાત મારી સંયમ ગ્રહણ કરવાની ભાવના અનુદનીય ગણાય. પરંતુ પુત્રમોહ માતાને મન પિતા કરતાં પણ ઘણો જ હોય છે એટલે ચેખી રજા મલવી બહુજ મુશ્કેલ હતી. પણ જેમના હૃદયમાં વૈરાગ્યની સાચી તાલાવેલી લાગી હોય છે તે મુમુક્ષુ પિતાના કુટુંબ ઉપર ત્યાગની મહત્તા પાથરે છે. પિતાની મકકમતાથી અધખરી અનુમતિ તે મેળવી ચૂક્યા હતા. મુંબઈથી ખંભાત –
લક્ષ્મીચંદભાઈએ વિચાર્યું કે, મારા સ્નેહીઓ મને ચેખા શબ્દમાં રજા આપવાના નથી. તે પછી મારે આ કૌટુંબીક સ્નેહ શૃંખલામાં ક્યાં સુધી સપડાઈ રહેવું? અને નકામું આ અમુલ્ય જીવન અવિરતિમાં ક્યાં સુધી વેડફી નાંખવું?
આ બધે વિચાર કરી માતુશ્રીની સામાન્ય અનુમતિ મેળવી લક્ષ્મીચંદભાઈ અઢળક લક્ષ્મીથી ભરેલું ઘર ત્યાગી પિતાના મામા રૂપચંદ ઘેલાભાઈ સાથે એકાએક માગસર સુદ ૧૦ ના ખંભાત આચાર્ય મહારાજશ્રીની છાયામાં આવી પહોંચ્યા. દશમની રાત્રે શ્રી યંગમેન્સ જૈન સોસાયટી તરફથી તેમને એક માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. લક્ષ્મીચંદભાઈ ચંચળ લક્ષ્મીને ત્યાગ કરી આત્માની અખૂટ અને શાશ્વતી લક્ષ્મી મેળવવા ભાગ્યશાલી થયા એ જોઈ ને આનંદ ન થાય? નગીનચંદ રૂપચંદ લલ્લુભાઈ ઝવેરી તરફથી યંગમેન્સ જૈન સોસાયટીને જમણ આપવામાં આવ્યું હતું તથા તેમના તરફથી પૂજા તથા શ્રીફળ વિગેરેની પ્રભાવના કરવામાં આવી હતી તથા અનેક ખાતાઓમાં સારી મદદ આપી હતી. આ પ્રસંગે એમના નાનાભાઈ હીરાલાલે હાજરી આપી હતી. અમૃતલાલની અમૃતભાવના–
આ ચાતુર્માસમાં પૂજ્ય આચાર્યશ્રીની વૈરાગ્યવાહીની દેશનાના પ્રભાવે વૈરાગ્યવાસિત થયેલા અમૃતલાલની પણ સંયમ ગ્રહણ કરવાની