________________
સરિશેખર
[ ૩૧૯ પચાસ માણસેની સાથે મુમુક્ષુ ભાઈ છોટાલાલ તથા તેમનાં ધર્મપત્નિ ખંભાત દીક્ષાના મુહુર્ત પહેલાં આવી પહોંચ્યાં હતાં.
ખંભાતની જૈનજનતા આ યુવાન જેડલાની દીક્ષા સાંભળી અત્યંત હર્ષ સાથે એ પ્રસંગને ઉજવવા ઉજમાળ બની.
દીક્ષા નિમિત્તે એક ભવ્ય વરઘડે કાઢવામાં આવ્યું હતું. જે વડે ગામમાં ફરી જિનશાળામાં ઉતર્યો હતે. જ્યાં ચતુર્વિધ સંઘ સમક્ષ ભાઈ છોટાલાલને તથા તેમના ધર્મપત્ની સમરથબાઇને જેઠ સુદ ૧૪ના શુભદિને આચાર્યશ્રીએ સંયમપ્રદાન કર્યું હતું. અને છોટાલાલનું નામ મુનિશ્રી કૈલાશવિજયજી રાખી પિતાના શિષ્ય તરીકે જાહેર કર્યા હતા. તથા સમરથબાઈનું નામ સુમંગલાથી રાખી તેમને વિદ્યુતશ્રીજીનાં શિષ્યા તરીકે જાહેર ર્યા હતા. ઝવેરી લક્ષ્મીચંદભાઈ–
સુરત નિવાસી લક્ષ્મીચંદભાઈ શા નગીનચંદ રૂપચંદ લલ્લુભાઈના પુત્ર છે. તેમનાં માતુશ્રી ગુલાબબેનના ધર્મસંસ્કારના પ્રભાવે તેમાં પણ ધર્મ પ્રત્યેની લાગણી અપૂર્વ હતી. પૂજ્ય આચાર્યશ્રીના ચાતુમસમાં તેઓની સંયમ પ્રત્યે ભાવના જાગૃત થઈ હતી. અને તેથી તેમણે બાવીસ વર્ષની ભરયુવાનીમાં સઘળા વૈભવ વિલાસને પૂર્વના પુણ્યદયથી સંજોગ હોવા છતાં ચતુર્થવ્રત ગ્રહણ કર્યું હતું. પિતાના માતુશ્રી તથા ભાઈઓ વ્રત ગ્રહણ કરવાની જલદી રજા આપે અને તેમના પિતાના વૈરાગ્યની પાકી કસોટી પણ થાય એ હેતુથી દીક્ષા
જ્યાં સુધી ન લેવાય ત્યાંસુધી પાંચ વિનયને ત્યાગ કર્યો હતે. રેજ તેઓશ્રી હમેંશા એકાસણું પણ કરતા હતા. તેમની દીક્ષા લેવાની ઉગ્રભાવના હોવા છતાં પોતાના સ્વજનો તરફથી અટકાયત કરવામાં આવતી હોઈ તેમને થોડોક વખત વિલંબ કરે પડ્યો હતે.
ખરેખર લક્ષ્મીચંદભાઈની આ ઉમ્મરમાં છતા વૈભવવિલાસને