________________
સરશેખર
[ ૩૬૫
૧૩ ના દિને પ્રભુ મહાવીરસ્વામીનું જન્મ કલ્યાણ ઉજવાયું હતું. જેમાં પૂ. આચાર્ય દેવેશે પં. શ્રી કીર્તિસાગરજી મહારાજે તથા પન્યાસજી શ્રી રામવિજયજી મહારાજે પ્રભુનું જીવન તથા પ્રભુ શાસનના અનુયાયીઓનું કર્તવ્ય સમજાવ્યું હતું. આ પ્રસંગે રસીકલાલ વિગેરે ત્રણ ભાઈને તથા એક બેનને દીક્ષા આપવામાં આવી હતી. ત– ઉપરાંત ભોયણુજી તીર્થમાં કવિકુલ કીરિટ પરમ પૂ. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પ્રમુખપણા હેઠળ ઉપાધ્યાયજી શ્રીમદ્દ પ્રેમવિજયજી મહારાજ ઠાણું ૨૯ પં૦ મહારાજ શ્રીમદ્દ ભક્તિવિજયજી ગણી (રાધનપુરવાલા) ઠાણુ પંદર પં. શ્રી કુમુદવિજયજી મહારાજ ઠાણું ચાર, પં. શ્રી વિજયસાગરજી મહારાજ ઠાણું ૪ પન્યાસજી શ્રી કીર્તિસાગરજી મહારાજ ઠાણું ત્રણ, પં. શ્રી પુષ્પવિજયજી ગણી, ઠાણું ત્રણ મુનિરાજ શ્રી બુદ્ધિવિજ્યજી ઠાણું ૧૦ આદિ ૧૦૬ મુનિવરેની હાજરીમાં વ્યાખ્યાન મંડપમાં સાતથી આઠ હજારની સંખ્યામાં એકત્રિત થયેલ શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ છ ઠરાવો જાહેર કરવામાં આવ્યા હતા જે શ્રી નવપદ આરાધક સમાજ સંવત ૧૯૮૮-૮૯ નો વાર્ષિક હેવાલ એ નામના પુસ્તકમાંથી જીજ્ઞાસુને જોઈ લેવા ભલામણ છે.
આ પ્રમાણે ભોયણુજી તીર્થમાં ઉજવાયેલ ઓળી તથા સંમેલન નિર્વિદને પસાર થયાં. પૂ. આચાર્યદેવના તથા પન્યાસજી મહારાજ શ્રીમદ્ રામવિજયજી મહારાજ આદિ ભિન્નભિન્ન મુનિવરેના રસીક પ્રવચનેથી શ્રોતાજનેની શ્રદ્ધામાં અજબ પલટ થવા પામ્યું હતું. આ પ્રસંગે એ તે ઠાઠ ત્યાં જામ્યો હતો કે, વઢવાણનિવાસી મહૂમ શીઘ્ર કવિ મનસુખલાલે ત્યાંજ બેઠા બેઠા સઘળા ઈતિહાસનું વર્ણન કરતું “ઠાઠ જામ્યો છે ભોયણી ગામમાં રે એક લબ્ધિને બીજા રામ” એ શિર્ષક કવિત ગાઈ સંભળાવ્યું હતું. ચાતુર્માસની વિનતિ–
ભોયણી તીર્થમાં ખંભાત નિવાસી ધર્મનિષ્ઠ શ્રાદ્ધરત્ન શ્રીયુત શેઠ