________________
૨૮૪ ]
કવિકુલલકરીટ
મહારાજશ્રી દાઠા, ટાણા, મહુવા વિગેરે ગામામાં ચૈત્યોને જુહારતાં, જાહેર પ્રવચનદ્વારા અનેક જૈનજૈનેતરાના જીવનને સુધારતા રાજુલા ગામમાં પધાર્યાં. આ સમયે સાવરકુંડલાના સંધને જાણ થતાં તે એકત્રીત થઇ ચતુર્માસની વિનતિ માટે આવી પહેાંચ્યા. આવેલ ગૃહસ્થાએ કુંડલાની ધાર્મિક પરિસ્થિતિ ચરિત્રનાયકને જણાવી, અને સાથે જણાવ્યુ` કે, એકબાજુ ઉપર આવેલા કુંડલા જેવા ગામમાં આપજેવા નિઃસ્પૃહી અને વિદ્વાન મહાત્મા પધારે તે જરૂર હમારા ઉદ્ઘાર થાય, કુંડલાની જૈનજનતા ત્રણ પીરકામાં વહેંચાયલી છે. કેટલાક લાંકાગ
ચ્છના કેટલાક અચલગચ્છના અને માત્ર ગણ્યાગાંઠયા તપગચ્છના અનુયાયીઓ છે. જો કે આ બધી જનતા મૂર્તિપૂજકજ છે. સૌ એક ઠેકાણે ક્રિયા કરવાવાલા છે. માત્ર પ`ના દિવસેામાં પોતાના ગચ્છની ક્રિયા સાચવી લેછે. આ ત્રણે પીરકામાં ખાસ કાઇ કદાગ્રહી નથી. વિનતિના સ્વીકાર
આ સંધની પરિસ્થિતિથી ગુરૂદેવને વાકેફ્ કર્યાં, વિનતિ કરવામાં ત્રણેય પીરકાના આગેવાના હતા. ત્રણેય પ્રીકાના ઉત્સાહ અમદ હતો. ઘણી બેરોારથી વિનતિ ચાલી, જ્યાંસુધી વિનંતિને સ્વીકાર ન થાય ત્યાંસુધી ખાવું પણ નિહ એવા સત્યાગ્રહ કર્યો. આ બધું જોઇ અને લાભાલાભના વિચાર કરી ચાતુર્માસની હા પાડી. અને જણાવ્યું કે, હાલતા ઉના, દીવની યાત્રા માટે હમે જઈએ છીએ. કેટલાક ભાવુકાએ ઉનાસુધી સાથે રહેવાના નિર્ણીય કર્યાં. રાજુલાથી ગણુંકાશ દૂર ગયા કે અકસ્માત્ વિશાળ બ્યામ મડલમાં મેધરાજાનીસ્વારી ગર્જના સાથે ચઢી આવી. રાત્રે ઝરમર ઝરમર વર્ષાદ પણ શરૂ થયા. ચરિત્રનેતાએ વિચાર કર્યો કે, વર્ષાદ પડવાથી નદીનાળાઓ ભરાઈ જશે. છવાકુલ ભૂમિ થઈ જશે. આ વિચારે સાંજના પ્રતિક્રમણ બાદ ચાલતા હતા તેટલામાં રાજુલામાં રહેલા કુંડલાના શ્રાવક વગ આવી લાગ્યા, તેનાં અત્યંત આગ્રહથી તેમજ ક્ષેત્ર સ્પના