________________
૩૦૪]
કવિકુલકિરિટ ઉપરોક્ત છોટાભાઈ તથા બાલુભાઈને ભારે મહત્સવ સાથે ઠાઠપૂર્વક વિશાળ માનવમેદની સમક્ષ સં. ૧૯૮૬ના જેઠ વદી ત્રીજના શુભ દિવસે પૂજ્ય આચાર્યશ્રીના વરદહસ્તે દીક્ષા પ્રદાન કરવામાં આવ્યું હતું. છોટાલાલભાઈનું નામ શ્રી મુક્તિવિજયજી રાખી અને બાલુભાઇનું નામ મુનિશ્રી વિક્રમવિજયજી રાખી તેમને પિતાના શિષ્ય તરીકે જાહેર કર્યા.
આ બન્ને ભાગ્યશાલીઓને દીક્ષા આપી પૂજ્ય આચાર્યશ્રી પાટણ પધાર્યા. બાળવયના બાલુભાઈને જોઈને અજ્ઞાન યુવકના મુખમાં બહુ બડબડાટ અને હૃદયમાં ઘણે ખળભળાટ જામ્યો પણ બિચારાઓનું ચાલે શું! આખરે તે સત્યને જ જય થાય છે. પ્રેમચંદભાઈ–
છાણીગામ નિવાસી પારેખ ખીમચંદભાઈ સંયમ ગ્રહણ કરવાની તીવ્રભાવનાવાલા તે હતાજ પરતુ શારિરીક અશક્તિના કારણે પોતે સંયમ કષ્ટ સ્વીકારવા અશક્ત બન્યા. પરંતુ તેમના પુત્રરત્ન પ્રેમચંદભાઈ સંયમ ગ્રહણ કરવા લગભગ પોણાબે વર્ષથી છ વિગયને ત્યાગ કરી ધર્મપરાયણ જીવન વિતાવતા હતા. ફક્ત સંયમ લેવામાં અટકાવનાર તેમના ધર્મપત્ની તારાલક્ષ્મી હતા. તેમની સ્ત્રી તથા પુત્ર ચીમનલાલ વિગેરે સ્વજન સંબંધીઓની રજા મેળવવી મુશ્કેલ માલમ પડવાથી તેઓ બાનુ કાઢી એકદમ પાટણ મુકામે પૂ. આચાર્યદેવ પાસે આવી પહોચ્યા. આ વાતની તેમના કુટુંબને જાણ થતા તેમની પાછળ તેમના સ્ત્રી તથા ચીમનલાલ આવી પહોંચ્યા. ઘણું સમજાવ્યું. પરંતુ તેમની ચારિત્ર પ્રત્યેની અડગભાવના જોઈ અનુમતિ આપ્યા વિના ચાલ્યું નહિ. અદ્યાવધિ અટકાયત કરનાર તેમના ધર્મપત્નીએ હાથે તીલક કરી શ્રીફળ આપી સંયમ ગ્રહણ કરવા અનુમતિ આપી હતી. ખરે લાંબા કાળ પછી પિતાના પતિને સંયમ માર્ગ ગ્રહણ કરવા અનુમતિ આપે એ પણ અમુક અંશ જરૂર સ્તુત્ય ગણાય,