________________
૨૯૪ ]
કવિકુલકિરિટ સંઘ કોને કહેવાય ! સંધ અને વીતરાગ દેવની આજ્ઞા એ ઉભયને કેવી સંકલના હોય, ત્યાગને વિરોધ, ત્યાગીઓની હેલના કેવી ભયંકર દશાને અનુભવ કરાવે છે, દુઃખ અને સુખના નિદાને, કર્મના ભયંકર વિપાકે, જૈનાચાર્યની ફરજ ઉસૂત્ર પ્રરપકેની ભયંકર દશા, ધર્મવંસ વખતે મૌન પકડી શાતિને ડોળ કરે એ શાસનને દ્રોહ છે વિગેરે અનેક વિષયો ઉપર શાસ્ત્રના પાઠો અને સચોટ અસરકારક દષ્ટાંતિથી ચરિત્ર નાયકે પાટણની જનતાને તત્વાવધ કર્યો પરંતુ લસણને કસ્તુરીને ચાહે તેટલે પાસ દેવામાં આવે તે પણ પિતાની દુર્ગધ તજતું નથી તેમ આચાર્યશ્રીને હૃદયંગમ ઉપદેશ અને સુયુક્તિઓ એ ગાઢ પ્રતિપથી વર્ગના હૃદયમાં સ્થાન ન લીધું. મક્કમ બન્યો
શાસન રસીક સંઘ તે હમેંશાના જુસ્સાદાર અને શાસ્ત્રોક્ત પ્રમાણોથી ભરપુર ચરિત્ર નેતાના ચાલતા પ્રવચનેથી ઘણેજ મક્કમ બની ગયે. ચાહે તેવી દુન્યવી અગવડોને સહન કરી પ્રતિપક્ષ તરફથી આવતા ગમે તેવા આક્રમણને સામને કરી પિતે વીર આજ્ઞા પાલનમાં દઢ હૃદયી બન્ય. શાસન રસીક સંધના અત્યંત આગ્રહથી ૧૯૮૬ નું ચાતુર્માસ વખાર ના પાડે કર્યું. ચતુર્માસ પહેલાજ ચરિત્ર નેતાના હસ્તે શાસન ઉદ્યોતનાં ઘણાં કાર્યો થયા. કાયદાનો ભંગ
પહેલા આપણે જોઈ ગયા કે યુવકસંઘના કેટલાક યુવાનીઓએ પાટણમાં એવા પ્રકારને ઠરાવ કર્યો હતો કે યુવકસંઘની આજ્ઞા સિવાય કેઈપણ દીક્ષા લઈ શકશે નહિ અને કેઈ આપી શકશે નહિ. જે કેઈ આથી વિરૂદ્ધ વર્તન કરશે તે તેને સંધ બહાર મૂકવામાં આવશે અને તેમાં ભાગ લેનાર શ્રાવકે સાથે કેઈપણ જાતને વ્યવહાર રાખીશું નહિ,