________________
સૂરિશેખર
[ ૨૯૩
આખુંય પાટણ ગાજી ઉઠયું, એવીરીતે ચરિત્રનેતાએ પેાતાના મહેાળા શિષ્ય પરિવાર સાથે નિર્વિઘ્ને પ્રવેશ કર્યાં, અને ચભણાજીની ધર્મશાળામાં ઉતર્યાં. વ્યાખ્યાન પીઠ ઉપર ખીરાજી ગંભીર ધ્વનિથી સ્વપર કલ્યાણકારી દેશના આપી જે સાંભળી શ્રોતાજનાને અપૂર્વ આનંદ થયા.
કુદરતની અલિહારી—
વર્ષો પહેલા આજ પાટણ શહેરમાં ચરિત્ર નાયકના ઉપદેશથી જૈન જ્ઞાતિના ઝઘડા પત્યેા હતા અને સંધ એકમેક થયા હતા એજ પાટણમાં આજે ધાર્મિક વિરોધ ઉભા થતાં બન્ને પક્ષને પ્રભુ મહાવીરની વાણીના અદ્ભુત પ્રભાવ સમજાવવા ચરિત્ર નાયકનુ' આવવુ. થયું એ પણ કુદરતની અલિહારીજને ?
આચાર્ય મહારાજની વિદ્વત્તા અને શાન્ત પ્રકૃતિ માટે ઉભય પક્ષને માન હતું. પરન્તુ એક ધર્મ વિરોધી પક્ષ અને બીજો શાસન રસીક પક્ષ આ બન્નેના મેળ અશકય તા હતાજ છતાં ઉપકાર મુદ્ધિથી ઉન્માર્ગે જતા તે વિરાધ પક્ષને માર્ગસ્થ બનાવવાના શુભાશયથી પોતે મધ્યસ્થ સ્થાનમાં ઉતર્યાં હતા, બન્ને પક્ષની જનતા અવાર્ નવાર્ આવવી શરૂ થઇ. દેશનાના પ્રવાહથી ઉભય પક્ષ આકર્ષાયા સૌ કાઇ વ્યાખ્યાનમાં ચર્ચાતા વિષયામાં રસ લેતા થયા.
વ્યાખ્યાન સાંભળવાથી કેટલાર્કા એટલું તો સમજ્યા કે ત્યાગ એ સર્વ શ્રેષ્ઠ આત્મ કલ્યાણના ધારી પંથ છે અને તેના વિરાધ કરવા એ આત્મ દ્રોહ કરવા ખરાખર છે. કેટલાક કદાગ્રહીઓએ પોતે માનેલું સાચું છે એમ માની પોતાનુ પકડેલ' પુષ્ડ' છેડયું નહિ, કેટલાક સરલાશયી સજ્જતા પોતાની ભૂલ કબુલ પણ કરી ગયા હતા.
જુદા જુદા વિષયેા ઉપર ચર્ચા——
એક માસની દેશનામાં જુદા જુદા વિષયા ઉપર અકાટ્ય યુક્તિઓ દ્વારા ધણું વિવેચન કર્યું. વીતરાગ દેવની આજ્ઞા અને તેની મહત્તા,