________________
સરિશેખર
[t ૨૯૭ ધર્મગુરૂએ એવી ચેષ્ટાથી જરાપણ ગભરાતા નથી પણ ઉલટા મક્કમ થાય છે. પાટણના આંગણે કેઈપણ સાધુ યુવાસંધની આજ્ઞા સિવાય દીક્ષા નહિ આપી શકે એવું જે ઘમંડ હતું તે નબળું પડયું. આ પ્રમાણે ચરિત્રનેતાએ અનેક પ્રકારના પરીષહે સહન કરી શાસનની પ્રભાવના કરવામાં જરાપણ પાછીપાની ન કરી. પિતાના ઉપર આવતા અનેક પ્રકારના પ્રહારની દરકાર કર્યા વિના મહાવીર પ્રભુની આજ્ઞાનું રક્ષણ કરવા તનતોડ પ્રયત્ન કરનાર સાચા ભાવાચાર્યો છે.