________________
૩૦૨ ]
કવિકુલકિરિટ દૈવી રીતે પ્રતિબંધ પામેલા એ દીવ્ય પુરૂષ? શાસનના એ મહાન પૂજારી? અમે તને શું કહીયે!, તને સલાહ આપવી એ અમારી લાયકાત છે? ના અમારી તે એ યાચના છે કે એવા કૃત્ય કરજે કે જે અમને ગૌરવશાલી બનાવે. હારા કુટુંબી અને આત્મજનની કીર્તિ વધારે. અને પ્રભુનું શાસન દીપાવે.
યુવાનના એ નાવિક? આ હારા યુવાન સહચરો તારા વડે સંસારસાગર પાર ઉતરવાની આશા બાંધી રહ્યા છે. તેમને નિરાશ નહિ કરતે તને ત્યાગ માર્ગે પ્રયાણ કરતે જોઈને એ વીર યુવક? અમે યુવકના અંતરે પ્રyલ્લીત બને છે, નવપલ્લવીત બને છે, હર્ષથી ઉભરાય છે.
ઓ પરમગી! હારા ગબલથી આંખ છતાં અંધ બનેલાના નેત્રો ખુલ્લાં કર. અમારૂં કર્તવ્ય બતાવ, અમારે ધર્મ સમજાવ.
ક્ષમા કરજે ઓ દયાલુ આત્મા ! અમારા કહેવાથી જે હાર પવિત્ર હૃદયમાં કોઈપણ સમયે દુઃખની લાગણી ઉદ્ભવી હોય તે હે પરમકૃપાલુ! ક્ષમા આપજે.
પિતાની ઈચ્છાને માન આપનાર એ આજ્ઞાપાલક પુત્ર ! અમને એવા કૃતધી ન ગણું લેતે કે જેણે શાસનને ચરણે પિતાના મહાન પુત્રરત્નની ભેટ ધરી તેને ભૂલી જઈએ. ધન્ય હો! તે વીર માતપિતાને કે જેણે શાસનની ઉન્નતિ ખાતર પિતાના ચમત્કારીક અને ભાગ્યવાન પુત્રને મોહ છો.
મોહમાયાના બંધનમાં બંધાયેલા, સંસારસાગરમાં સડતા, વિષય વાસનામાં લપટાયેલા અને લક્ષ્મીના મદમાં ભાન ભૂલી કર્તવ્યથી વિમુખ થયેલા એવાં જે અમે, તેમને એ વીરપુત્ર! તું તરજે અને તારજે.
અમારૂ અભિનંદન સાર્થક ત્યારે જ થશે કે જ્યારે એ ભાગ્યવાન ! તારા જેવા અમને તું બનાવશે એજ અમારી અંતિમ અભિલાષા તું પૂર્ણ કરજે. શાસનદેવ હને સહાય થાઓ અને તારે જય થાઓ. ગોપીપુરા–સુરત.
- વંદવીરમ્
તા. ૩-૫-૩૦