________________
૨૮૬ ૩
વિકિરીટ
આની પીછાણુ થઇ એક દર્ આ ચામાણુ હંમેશને માટે ચીર સ્મરણીય બન્યુ, સુદેવ સુચુરૂં અને સુધર્મની ઓળખાણ આપી ધણા અર્ધું દગ્ધાને સમકીત દાન કર્યાં. રાયચંદ મત ઉપર તથા મૂર્તિ નિષેધકા ઉપર વારંવાર શાસ્ત્રના પાઠો તથા અકાટ્ય યુક્તિ દ્વારા એવું સિંચન કરવામાં આવ્યુ` કે ઘણા મૂર્તિપૂજામાં મક્કમ બન્યા, ખરેખર ! ચરિત્ર નેતાના પ્રભાવક પ્રવચનાએ કંઈક આત્માએના હૃદયમાં રહેલ ગાઢ મિથ્યાન્ધકાર નાખ઼ુદ કર્યાં. હજી સુધી ત્યાંની જનતા આ ઉપકારને ભૂલી નથી.
કચ્છી માવજીભાઇ
સાવરકુંડલામાં મુંબઇના ચાતુર્માસમાં ગુણાકૃષ્ટ થયેલ કચ્છી શા, માવજીભાઇ વંદનાથે આવ્યા, સંસારની અસારતા બતાવતી આત્મ જ્ઞાનને વિકસિત કરતી ચરિત્રવિભુની દેશના સાંભળી તે લક્ષ્મીની ચંચળતા સમજ્યા, પાપર્ભથી મેળવેલ લક્ષ્મીને સારા ક્ષેત્રમાં વ્યય કરાયતો તે પુણ્યના હેતુ છે, ધર્માં એન્કમાં જમા કરાયેલી લક્ષ્મી દશાણી વીશગુણી આવતા ભવમાં પાછી સાંપડે છે. માવજીભાઈ ધર્મ પરાયણ તા હતાજ તેમણે પોતાની લક્ષ્મીના સર્વ્યય કરવાની પાતાની ભાવના દર્શાવી.
સાચી સલાહ
સામ્રાટ
કુંડલાથી ત્રીસેક કાશ દૂર પ્રાચીન અને ચમત્કારી ઉના અજારા દીવ દેલવાડા આદિ પુનિત તીર્થોં આવેલા છે જેના મહિમા અપરંપાર છે; જે તીર્થાંમાં પ્રાચીન સમયમાં પૂજ્ય મહર્ષિએ વિચરેલ છે. અકબર બાદશાહને દયાને પાઠ ભણાવનાર જગદ્ ગુરૂ શ્રીમદ્ વિજય હીરસૂરિજી મહારાજનું ઉના સ્વ`વાસ ક્ષેત્ર છે, જયાં હજરા હજુર અનેક પ્રકારના ચમત્કારી ખ્યાતિ પામેલા છે. આવા અનુપમ તીર્થીની માત્રા કરવા ચરિત્રનેતા ઉત્સાહી હતા એટલે ચિતિવભુએ માવજી