________________
૨૯૦ 1
કવિકુલરિટ સાહીથી બીયામણું અને કાળુંભમ્મર બને છે. ટૂંકમાં ચઢતી પડતી સહુની થાય જ છે. એજ ધર્મની પરાકાષ્ટાએ પહોંચેલું પાટણ આજે કલેશિત વાતાવરણથી કેવી દુઃખદ સ્થિતિ અનુભવી રહ્યું છે? વિરૂદ્ધકરાવ–
પાટણની જનતામાં કેટલાક ધર્મદંભીઓ તરફથી જમાનાને ઝેરી પવન કર્યુટરમાં ફેંકીyકીને ભરવામાં આવ્યું હતું. કેટલીક જનતા તે ઉધે રસ્તે દેરવાઈ પણ ગઈ હતી. પૂજ્યતમ સાધુ સંસ્થા અને તારક ત્યાગી વર્ગ તરફ તે ઝેરના કેફથી મુંઝાયેલી જનતાએ ઘણેજ દેહ કેળવ્યો હતે. અને આપખુદીથી કે ગીતાર્થ ગુરૂની સલાહ. લીધા સિવાય જિનેશ્વરની આજ્ઞા લેપક એક ઠરાવ કેટલાકેએ ભેગા થઈ ઠોકી બેસાડ્યો. જે ઠરાવ ત્યાગમાર્ગે વળનારને અત્યંત વિઘરૂપ હતું. તે ઠરાવ એ હતો કે કઈપણ વ્યક્તિ સંસારને પરિત્યાગ કરવા ઇચ્છે તે તે પાટણના શ્રાવકસંઘની આજ્ઞા મેળવ્યા પછી એક મહિને ત્યાગ કરી શકે. અને કોઈપણ સાધુ કઈ વ્યક્તિને શ્રાવક સંઘની આજ્ઞા સિવાય પાટણમાં દિક્ષા આપી શકશે નહિ અને આપશે તે હમારા તરફથી સંધ બહાર કરવામાં આવશે. અમુક શ્રાવકેનું ટોળું ભેગું થઈ સંધના નામે ધર્મને વ્યાઘાત પહોંચાડનારે ઠરાવ કરે એ ધમને મન સાલે એ સ્વભાવિક છે. કેટલાક ભેળા શ્રાવકને ભરમાવી સહીઓ લીધી, પરંતુ જેના હૃદયમાં પ્રભુના આગમને અને આજ્ઞાને સારો પ્રેમ અને શ્રદ્ધા હતી તેવા ધર્મશ્રદ્ધાળું શ્રાવકે આ કાયદાથી હચમચી ઉઠયા. અને એ કાયદાને જરાપણ મચક ન આપતાં તેમનાથી અલગ રહેવાનું પસંદ કર્યું. તે ઠરાવને જાહેર વિરોધ પણ કર્યો.
જેને આપણે પૂજ્યતમ માનીએ છીએ, પરોપકારી ગણીએ છીએ, જેઓના ચરણમાં આપણું શીરે ઝુકાવીએ છીએ, એવી ઉચ્ચ કક્ષાએ ઉજજવલજીવન જીવનાર સાધુસંસ્થા પાસે આ આપણી આજ્ઞા કે ફરમાન મનાવવાના કેડ સેવવા એ બાલચેષ્ટા સિવાય બીજું કાંઈ નથી,