________________
સૂરિશેખર
[ ૨૯૧ જેઓ નાપાક જીવનવાળા અઢારે પાપસ્થાનકેને સેવનારા તુચ્છ મનુષ્ય પોતાના સ્વાર્થ માટે તરણતારણ જીનેશ્વરેની આજ્ઞાને ઠોકરે ચઢાવે એ ખરેખર જીવતા બળીમરવા જેવું છે. જ્યાં જિનેશ્વરદેવની આજ્ઞા છે ત્યાં જ સંઘત્વ છે. પ્રભુની આજ્ઞા સિવાયના હજારે શ્રાવકે શ્રાવિકાઓ, સાધુ સાધ્વીઓ એ સાચે સંધ નથી. પરંતુ ભલે નેશ્વરદેવની આજ્ઞાને શિરસાવત્વ રાખનાર એક શ્રાવક એક શ્રાવિકા એક સાધુ અને એક સાધ્વી હેય એજ ખરે સંધ છે. બે વિભાગ
પાટણના સંઘમાં બે વિભાગ પડયા.એક પ્રભુ આજ્ઞાને શિરોમાન્ય રાખનાર અને બીજે પ્રભુ આજ્ઞાની દરકાર કર્યા વિના જમાનાની આજ્ઞાનું પાલન કરનાર, પ્રભુ આજ્ઞા પ્રમાણે ચાલનારા વર્ગ સેસાયટી પક્ષમાં જોડાયે જ્યારે તેનાથી વિપરીત ચાલનાર યુવકસંઘના પક્ષમાં જોડાયે. યુવકસંધવાળાઓ ત્યાગી ગુરૂઓની છડેચોક નિંદા કરવા લાગ્યા. હાથા સિવાય કુહાડી કાંઈ કામ કરી શકતી નથી. પ્રભુના શાસનને કુઠારાઘાતની આ પ્રવૃત્તિમાં અને ધર્મ વિરૂદ્ધ દીક્ષાના ઠરાવમાં સાધુવેષને લજવનાર અમુક સાધુઓ પણ હાથા રૂપે હતા. આવી વિલક્ષણ અને ધર્મનિંદક યુવકસંઘની પ્રવૃત્તિ જોઈ શ્રદ્ધાળુ વર્ગ મનમાં ઘણે જ દુભાયે. ધહીનેને ધર્મોન્નતિની કાંઈ પડી નથી. ત્યાં શ્રદ્ધાળુ વર્ગ “શાસન રસીક સંઘના નામે ઓળખાતો ખુબજ મક્કમ બને. વિરોધી તરફથી આવતા આક્રમણે અને અગવડતાને સામને કરી પતે અલ્પ સંખ્યામાં હોવા છતાં ધર્મ ઝનુનના ટેકાથી ધર્મનું રક્ષણ કરવામાં કટીબદ્ધ બન્યો.
શાસન રસીક સંધના આગેવાન સંઘવી નગીનદાસ કરમચંદ લહેરૂભાઈ મશરૂવાલા, જેસંગભાઈ પ્રેમચંદ, ભોગીલાલ હાલાભાઈ ભેગીલાલ મંત્રી વિગેરે ઘણું આગેવાનોએ એકત્રિત થઈ વિચાર્યું કે હવે આપણે પાટણના આંગણે શાસનનું રક્ષણ કરી શકે એવા વિદ્વાન અને પ્રખરવકતા આચાર્ય મહારાજને આગ્રહભરી વિનતિ કરી લાવવા જોઈએ. આ