________________
૨૮૨ ]
કવિકુલકિરીટ એક ભવ્ય વરઘડે કાઢવામાં આવ્યું હતું. ત્રણે મુમુક્ષ હાથી ઉપર બીરાજમાન થયા હતા. અને છૂટે હાથે લક્ષ્મીની ચંચળતાને સુચવતા વષીદાન આપી રહ્યા હતા, વરઘેડે ગામમાં ફરીને તળેટી ઉતર્યો હતો, તળેટી ઉપર બાંધેલા ભવ્ય મંડપમાં ત્રણે મુમુક્ષોઓને ચતુર્વિધ સંઘ સમક્ષ આચાર્ય દેવના વરદ હસ્તે સંવત ૧૯૮૫ ના માહ વદ ૧૩ના શુભ દિવસે દીક્ષા પ્રદાન કરવામાં આવી હતી, શામજીભાઈનું નામ મુનિશ્રી સુરેન્દ્રવિજયજી રાખી, પ્રેમચંદભાઈનું નામ મુનિશ્રી પદ્ધવિજયજી રાખી, અને ગુલાબચંદભાઈનું નામ મુનિશ્રી સત્યવિજયજી રાખી
અનુક્રમે તેમને મુનિરાજ શ્રીમદ્ ગંભીરવિજ્યજી મહારાજના ચરિત્રવિભુના અને મુનિરાજ શ્રીમદ્ લક્ષ્મણવિજ્યજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યા; ખરેખર આ ત્રણેય મુમુક્ષુ પૂર્ણ ભાગ્યવંતતે ગણાય કારણ કે, તરણતારણ મહાપ્રભાવક શ્રી શત્રુંજય તીર્થ શાન્તમૂર્તિ સદ્ધર્મોપદેશક વ્યા. વા. આચાર્યદેવ શ્રીમદવિજયલબ્ધિસૂરિશ્વરજી મહારાજ જેવા ઉપકારી ગુરૂદેવ, અને પતિતપાવની શ્રેય પન્થ પ્રદશિની શ્રીમતી ભાગવતી દીક્ષાને સ્વીકાર એ ત્રિવેણી સંગમ અજબ સુરવેલ જે સહુના દિલને આકર્ષ રહ્યો હતે. વરડામાં શામજીભાઈને ધર્મપત્નિ સાંકળીબેને તથા ગુલાબચંદભાઈના ધર્મપત્નિ લક્ષ્મીબેને દીક્ષાના ઉપકરણની છાબ ઉપાડી પોતાના પતિને સંયમ પંથેવાળી ચારિત્રરાગની અજબ છાપ પાડી હતી. મુંબઇથી ભગવાનદાસ હાલાભાઈ તથા તે ત્રણે મહાનુભાવોના સગાસબંધીએએ આ દીક્ષામાં હર્ષથી ભાગ લીધો હતે.