________________
સરિશખર
( ૨૮૧ ( હાલમાં આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય ભક્તિસૂરિજી) પન્યાસજી શ્રીમદ્ ખાતિવિજયજી મહારાજ આદિ અનેક મુનિપંગ સુશીલ સાધ્વીઓ તથા રંગબેરંગી પાઘડી વાલે શ્રાવક વર્ગ તથા મધુરગીતને લલકારતે શ્રાવિકાગણ શાસન શોભામાં અત્યંત વધારે કરી રહ્યો હતે. શ્રી સિદ્ધાચલજીની અનેકધા યાત્રા કરી ઋષભદેવ ભગવાનની સ્તવનામાં અખૂટ આનંદ લૂટ. પૂજ્ય ચરિત્રનાયકની અત્રે દશબાર દિવસની સ્થિરતા દરમ્યાન મેતીશાની ધર્મશાળામાં જાહેર પ્રવચન થયું હતું, જેને લાભ જૈન જૈનેતરેએ વિશાળ સંખ્યામાં લીધે હતે. મુમુક્ષુ ત્રિક
વળી આ સિદ્ધાચલજીની પુનિત ભૂમિમાં તળાજા નિવાસી શા. શામજીભાઈ તેજાજી વડાસણ નિવાસી પ્રેમચંદ મોહનલાલ તથા જામનગર નિવાસી શા ગુલાબચંદ શામજીભાઈએ ત્રણે મુમુક્ષુઓ, પોતે સર્વે સ્વજન સંબંધીઓને સમજાવીને અન્ને ભાગવતી દીક્ષા ગ્રહણ કરવાના હેતુથી આવી પહોંચ્યા હતા. વૈરાગ્ય ભાવનાથી તેઓનાં હદય તરબોળ બન્યાં હતાં. જે ભાગ્યવંતેના હૃદયમાં ગુરૂદેવની વાણી અને વૈરાગ્ય ઓતપ્રોત થયે હેય તેવા મુમુક્ષુઓને સંસારમાં એક ક્ષણને પણ નિવાસ દુઃખકર લાગે છે. તેથી આ ત્રણેય આત્માઓ વૈરાગ્યભાવનાથી ઉભરાતા અનગાર બનવા સજજ થયા.
સંઘવી જીવાભાઈ પ્રતાપસી આદિ સદ્દગૃહસ્થને ચરિત્રનેતા તરફથી આ વાતની જાણથતાં ઘણુંજ હર્ષિત થયા. કારણકે પોતે સંયમની સાધના અને આરાધના આત્મકલ્યાણના સાધનરૂપ માનતા. પિતે સંયમ ન રહી શકે પરંતુ તેના ગ્રાહકેને અનુમોદન આપવું અને તે દીક્ષા પ્રસંગને બની શકે તેટલા ઠાઠમાઠથી ઉજવ એ પણ આવતા
ભવમાં જલદી દીક્ષા પામવાનું મુખ્ય સાધન છે. આ બધી વાત પિતે સારી પેઠે સમજતા હોવાથી એ પ્રસંગને અત્યંત ઠાઠથી ઉજવવા સજજ થયા. હાથી, કે, નિશાન, રાજરસાલે વગેરેથી સુશોભિત