________________
અશિખર
[ ર૭૯ તરીકે જાહેર કર્યા હતા. તે દિવસે પૂજા–પ્રભાવના તથા સંધ જમણ વિગેરે કરવામાં આવ્યા હતા. ત્યાંથી ભરૂચ
ચરિત્રનાયક પિતાના બહેળા શિષ્ય પરિવાર સાથે વિહાર કરી કાલીયાવાડી નવસારી આદિ ઠેકાણે સસત્કાર પધારી જલાલપુરમાં ગુરૂ મૂર્તિના દર્શન કરી, ધામધૂમથી પ્રવેશ મહોત્સવ પૂર્વક સુરત પધાર્યા. ત્યાં બે વ્યાખ્યાન આપી પૂ.
વિજ્ય દાનસૂરિજી મહારાજનાં દર્શન કરી અનુક્રમે વિહાર કરતાં ભરૂચ શહેરમાં સસકાર પધાર્યા. થોડાક દિવસની સ્થિરતા દરમ્યાન ત્યાંની જનતાએ ત્યાગ માર્ગ વર્ધક ઉપદેશ સાંભળે. ત્યાંના કેટલાક યુવકેના હદમાં જે જમાનાનું વિષમ વિવ વ્યાયું હતું તે ચરિત્ર નાયકના અસરકારક ઉપદેશથી અને પ્રશાન્ત પ્રકૃતિથી તે ચેડેક અંશે વીખરાવા પામ્યું હતું.
બીજા મુમુક્ષ
આચાર્ય દેવની શીતલછાયામાં સદ્દભાવનાથી પ્રેરાઈ મુંબઈથી કેટલાક ભાઈઓ વંદનાર્થે આવ્યા હતા. જેમાં અમૃતલાલ ખૂબચંદ સંસાર ત્યાગવાની લાલસા વાલા હતા તેમણે પોતાના આ વિચારે આચાર્યશ્રીને જણાવ્યા આચાર્યશ્રીને તેમને પરિચય મુંબઈને ચાતુમસમાં થયે હતું એટલે ગ્ય જાણી આવા શુભ કાર્યમાં વિલંબ ન કરવા જણુવ્યું. ભરૂચ શહેરની જૈન જનતાએ આ દીક્ષાના અપૂર્વ પ્રસંગને આનંદથી વધાવ્યું. તે નિમિત્તે એક ભવ્ય વરઘેડે શહેરના ભવ્ય લત્તાઓમાં ફરી મુનિસુવ્રત સ્વામિના દહેરાસરના ભવ્ય મંડપમાં ઉતર્યો હતે. ત્યાં આચાર્યશ્રીના વરદ હસ્તે સંવત ૧૯૮૫ ના પિસ વદ ૬ ના શુભ દિને અમૃતલાલને દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી અમરેન્દ્રવિજયજી રાખી મુનિરાજ શ્રીમદ્ ગંભીરવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યા હતા.