________________
રિશેખર
પ
તેમુભાઈની વાડીના કાર્ય કર્તાએ આ પ્રસંગને ઉજવવા ઉત્સાહી અન્યા. આગલે દિવસે સાંજના તેમુભાઈની વાડીના ઉપાશ્રયેથી એક ભવ્ય વરઘેાડા ચઢાવ્યેા હતો. જેમાં દીક્ષાભિલાષી માસ્તર છગનભાઈ દુનિયાના મેાહજનક પદાર્થીને તુચ્છ ગણતા હસતાવને છુટા હસ્તે જગના માહી જન્તુને જાણે ત્યાગના સંદેશજ ન પાઠવતા હાય તેમ વરસીદાન આપી રહ્યા હતા. વૈશાખ સુદ ત્રીજ ( દીક્ષાના દિવસે ) ના સવારના શેઠ ભાણાભાઈ કસ્તુરચંદ એન્ડ સન્સને ત્યાંથી પુન: વરઘેાડે! ચઢયા હતા, જે છાપરીયા શેરી, નવાપુરા વિગેરે લત્તામાં ફરી દીક્ષાના મડપમાં ઉતર્યાં હતા, આગલે દિવસે સુરચંદભાઇ પુરૂષોત્તમદાસ બદામી જડજના પ્રમુખપણા નીચે ઝવેરી નવલચંદ ખીમચંદના મકાનમાં આનંદવર્ધક સભા તરફથી માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
દીક્ષાપ્રદાન—
ભવ્ય મંડપમાં પૂજ્ય ચરિત્રનેતા આચાર્ય મહારાજ આદિ વિશાળ મુનિમડળ ખીરાજમાન હતુ. દીક્ષાભિલાષી છગનભાઇ પ્રતિ અતિ પ્રીતિને ધરાવતી સુરતી જનતા માટી મેદનીમાં જમા થઇ ચુકી હતી. સુમુહુમાં તેને પૂ॰ આચાર્યશ્રીના વરદહસ્તે દીક્ષા પ્રદાનની ક્રિયા કરાવવામાં આવી હતી. તેમનુ નામ મુનિ શ્રી પ્રવીણવિજયજી રાખી તેમને આચાય શ્રીના શિષ્ય તરીકે જાહેર કર્યાં હતા. તે પછી આચાય શ્રીની આજ્ઞાથી નૂતન મુનિએ સંયમ સ્વીકાર્યાં સિવાય આત્મ વિકાસ નથી વિગેરે પેઇન્ટ ઉપર ઘેાડુક પ્રવચન આપ્યું હતું, તે પછી પૂ॰ આચાર્યશ્રીએ ત્તાર પËળ એ શ્લોક ઉપર લખાણથી વિવેચન કરી દીક્ષીતને તથા શ્રોતાજનાને અવસરે ચિત સુદર ખાધ આપ્યા હતા. અંતે સૌ પ્રભાવના લઇ વીખેરાયા હતા. શેઠ ભાણાભાઇ કસ્તુરચંદ તરફથી પણ શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. આ પ્રવીણવિજયજી અત્યારે પન્યાસ પદ પર બિરાજે છે.