________________
સરખર
[ ૨૭૫ બન્યા. વળી જમાનાના ઝંઝાવાતથી ઝંપલાયેલા, ત્યાગીઓથી અને ત્યાગ માર્ગથી ઉભગી ગયેલા, ત્યાગ માર્ગને દ્રોહ કરવામાં આગેવાની ભાગ ભજવનારા આત્માઓ પણ પિતાની કરેલી ભૂલને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. એકીસાથે છે
ચરિત્રવિભુની દેશનાથી કેટલાક સંસારવિમુખ બનેલા ભાગ્યવંતેએ છ વિગયના ત્યાગ વિગેરેની કરડી પ્રતિજ્ઞાઓ સંયમ જલદી પ્રાપ્ત થાય એ હેતુથી ગ્રહણ કરી હતી. અત્રેની ટોળીના આગેવાન શા. શામજીભાઈ જેઓ તલાજાના રહીશ છે. તેમને પિતાને પોતાની સ્ત્રી તથા બે પુત્રો પરિવારમાં છે. ઈશ્વરલાલ જેઓ ઘોઘાના રહીશ છે. તેમને પણ પિતાની માતુશ્રી, યુવાન સ્ત્રી તથા બે પુત્રો પરિવારમાં છે. શા. પ્રેમચંદ મેહનલાલ જેઓ મહેસાણા તાલુકામાં આવેલ વડાસણ ગામના રહેવાસી છે. જેમની સગાઈ પણ થઈ ગઈ હતી. એમના મેટાભાઈ તથા માતુશ્રી લગ્ન કરવાની તૈયારીમાં હતાં, એવામાં તેમણે ચતુર્થવ્રતની બાધા ગ્રહણ કરી લીધી હતી. મહાસુખભાઈ તથા છવાભાઈ વચ્ચે કેસ પણ એમના નિમિત્ત જ મંડાય હતે. સગાવહાલાને સખત જાપ હેવાછતાં અને ઘણું મુશ્કેલીઓ ઉભી કરતા હોવા છતાં પિતે પિતાના વૈરાગ્યમાં મક્કમ રહ્યા હતા. જામનગરનિવાસી ગુલાબચંદભાઇ ૫ણ ધર્મારાધનમાં હંમેશ તત્પર રહેતા હતા, તેમને પણ આ સંસાર છોડવાની અત્યંત તાલાવેલી લાગી હતી, તેમની ત્રી સુશીલ અને સમજુ હેવાથી તેમના ચારિત્ર માર્ગમાં કેઈપણ જાતની મુશ્કેલી તેણીએ ઉભી કરી ન હતી. ઘેઘાવાસી અમૃતલાલ જેઓ બેવાર સંસારની મેહજાળમાં ફસાયા હતા અને ત્રીજીવાર લગ્ન કરવાની તૈયારીઓ કરતા હતા; પણ સૂરિજીને વૈરાગ્યમય ઉપદેશ એ કામમાં અંતરાયભૂત થયો હતો. પાટણનિવાસી મેહનભાઈએ પણ પિતાની પરિપકવ ઉમ્મરમાં સંસારથી વિમુખ બનવાની ભાવના જગાવી હતી. તેમને પણ એક પુત્ર નામે જયંતીલાલ હયાત છે.