________________
[ ૨૭૭ મુંબઈમાં કટના કેટલાક જૈન આગેવાની આદર ભરી વિનતિને માન આપી, ચતુર્માસ પહેલા ચરિત્રનાયક સપરિવાર ભવ્ય સત્કારથી ત્યાં પધાર્યા. પોરબંદર, માંગરેલ, વેરાવળ જામનગર આદિ સ્થળાની પ્રજા અહીં વિશેષ પ્રમાણમાં રહે છે. અખંડ આનંદથી અને ઉત્સાહથી ચરિત્ર વિભુની દેશના સાંભળવા તે ભવિક જનતા ઘણીજ ઉત્સુક બની. પૂજા, પ્રભાવના વિગેરે શાસન પ્રભાવનાના સુકાર્યો પણ થતા હતા.
આ સમયે ચરિત્રનેતાના નાકમાં કેટલાક સમયથી હાડકી વધતી હતી. જેથી હમેંશા વ્યાખ્યાનમાં અને ધર્મ ચર્ચામાં ઘણી મુશ્કેલી વેઠવી પડતી હતી. ડોકટર ટી. એ. શાહે કાળજીપૂર્વક તપાસ કરી ઓપરેશનની સલાહ આપી. કોટના સભાવિ સગ્રુહસ્થાના આગ્રહથી ત્યાંજ ઓપરેશન કરાવવાનું સ્વીકાર્યું. જૈન ડોકટર ટી. એ. શાહે કોટના ઉપાશ્રયમાંજ સાવધાનપૂર્વક ઓપરેશન કર્યું. બે ત્રણ દિવસ સુધી અસહ્ય વેદના રહી. આ પ્રસંગે ચરિત્રનેતાની શાંતિ અને સહિષ્ણુતા અજબ હતી. કેટના ભાવિ શ્રાવકેની તથા ડેકટર ટી. એ. શાહની ભક્તિ અતિ પ્રશંસનીય હતી. વિહાર
કેટમાંથી વિહાર કરી પૂજ્ય આચાર્યશ્રી સપરિવાર લાલબાગના ટ્રસ્ટીઓની વિનતિથી ત્યાં પધાર્યા. લગભગ પંદરેક દિવસ ત્યાં સ્થિરતા કરી. સેંકડે માણસ વ્યાખ્યાનને લાભ હમેંશા લેતા. લાલબાગથી ચતુર્માસ માટે ચરિત્રનેતા સત્કાર પાછા ગેડીઝના ઉપાશ્રયે પધાર્યા. એક સુંદર લતા ફેર વિસ્તરી પિતાના કુસુમકારા ચારે દિશાને સુવાસિત બનાવે છે તેમ સૂરીશ્વરજીની દેશનાલતા મુંબઈના અનેક પરાઓમાં વિસ્તરી અને ધર્મના સૌરભભર્યા કુસુમેદ્રારા ભવ્ય આત્માઓને સુવાસિત બનાવ્યા.