________________
૨૭૪ ].
કવિ હરિીટ જુદે જુદે ઠેકાણે મોકલ્યા
અંધેરીના સદગૃહસ્થની ચાતુર્માસ માટે અત્યંત વિનતિ હેવાથી મુનિ શ્રી લક્ષણવિજયજી મહારાજને તથા મુનિશ્રી નવીનવિજયજીને ચરિગનેતાએ ત્યાં મોકલ્યા, લાલબાગના ટ્રસ્ટીઓની વિનતિથી મુનિ શ્રી ભુવનવિજયજી આદિ ચરિત્રનેતાની આજ્ઞા થતાં લાલબાગના ઉપાશ્રય પધાર્યા હતા અને કેટના સદગૃહસ્થના આગ્રહથી મુનિ શ્રી પ્રવીણ વિજયજીને પયુર્ષણમાં વ્યાખ્યાન વાંચવા મોકલવામાં આવ્યા હતા. મુંબઈમાં સૂત્ર વાંચના
કેટલાક તત્વપિપાસુ શ્રાવના આગ્રહથી પ્રથમ વ્યાખ્યાનમાં આવશ્યકસુત્ર અને બીજા વ્યાખ્યાનમાં વાસુપૂજ્ય ચરિત્ર વાંચવાનું શરૂ કર્યું. જેને લાભ શ્રોતાઓ નિયમસર લેતા. ચરિત્રવિભુ, આ જમાનાને અનુકુળ અનેક પ્રાસંગીક પ્રશ્નોને એવા ચર્ચતા હતા કે, ધણુઓની શંકાનું નિરસન કુદરતે થઈ જતું હતું. વ્યાખ્યાનમાં પૂછાતા પ્રશ્નોનું સમાધાન પણ મહારાજશ્રી શાતપ્રકૃતિથી કરતા હતા, જેથી શ્રોતાજને અત્યંત ખુશ થતા હતા. તે ત્યાગીની દેશનાજનથી
ત્યાગીઓની દેશનામાં હંમેશ વૈરાગ્ય જ પિલાતે હોય છે; કારણકે જે ત્યાગીની દેશનામાં ત્યાગ ન ઝરતે હોય તે ત્યાગીની દેશનાજ નથી. ઝવેરીની દુકાને મેતી, હીરા, પન્ના, પરવાળા વિગેરે કીમતી ચીજો ન વેચાતી હોય તે તે ઝવેરીની દુકાન જ નથી. ત્યાગી મહાત્માઓ સંસારની પાપમય વૃત્તિને ત્યાગ કરી ત્યાગી બન્યા અને તે માર્ગે જનતાને ઝુકાવવી તે તેઓનું પરમ કર્તવ્ય છે. ચરિત્રવિભુના હૃદયગમ થતા પ્રવચને એ કેટલાક ભાવુક આત્માઓના હૃદય પ્રદેશમાં વૈરાગ્યની ઉંડી છાપ પાડી. કેટલાકે સંસાર ત્યાગવાની ઉગ્રભાવનાવાળા બન્યા અને કેટલાકે ત્યાગ માર્ગની આદરણીયતા સમજી અનુમોદક