________________
પરિખર
[ ૨૬૯ કરવામાં આવ્યું હતું. આઠે દિવસ બહારગામથી આવેલ સાધર્મિકભાઈઓની ભક્તિમાટે જલાલપુરના સંધે સ્મરણીય મહેનત ઉઠાવી સ્વામિવાત્સલ્ય કર્યા હતા.
પૂ. સ્વર્ગસ્થ ગુરૂદેવની મૂર્તિ સ્વ. શા. અમરચંદ લખમાજી તથા તેમના ધર્મપત્નિ મણીબેન તરફથી દહેરી બંધાવી પધરાવવામાં આવી હતી. પૂ. સ્વર્ગસ્થ ગુરૂદેવના અગ્નિસંસ્કાર માટે જલાલપુરના શેઠ જીવણજી ગોવીંદજીના શ્રેયોથે તેમના પુત્ર મોતીચંદભાઈએ જમીન આપી હતી અને ત્યાં દહેરી તૈયાર કરાવી પગલાં પણ તેમણે જ પધરાવી શ્રી સંઘને અર્પણ કરી છે. વિનતિને સ્વીકાર–
મોહમયી મુંબઈ નગરીમાં આપણા ચરિત્ર નાયકની વિમલ કીર્તિ અને યશવાદ વાયુવેગે પ્રસર્યા હતા. દૂર રહેલી પુષ્પ આમેદ ભ્રમરને આકર્ષે છે. તેવી રીતે દૂર હોવા છતાં ચરિત્રનેતાના પ્રવચન સાંભળવા મુંબઈની જનતા તલસી રહી હતી. કેટલાક સદગૃહસ્થે સુરતના ચાતુર્માસમાં વિનતિ કરવા આવ્યા હતા. વિશેષ લાભનું કારણ જાણી શાસન પ્રભાવક ચરિત્ર નેતાએ તેને સ્વીકાર કર્યો. પ્રતિષ્ઠા મહોત્સવ બાદ સપરિવાર ચરિત્રનેતાએ મુંબઈ તરફ પ્રયાણ કર્યું.
વચમાં આવતા અનેક શહેર અને ગામમાં જાહેર વ્યાખ્યાને દ્વારા અપૂર્વ ધર્મ જાગૃતિ ફેલાવતા સુંદર સ્વાગતસહ દમણ પધાર્યા. ત્યાંનાસંધના આગ્રહથી થોડા દિવસ સ્થિરતા કરી. વ્યાખ્યાનને હમેશાં જનતા આનંદ પૂર્વક લાભ લેતી. ત્યાંથી અનુક્રમે વિહાર કરતા મલાડ મુકામે પધાર્યા. જ્યાં ઝવેરી બાબુભાઈ મંછુભાઈ તરફથી અઈ મહત્સવ તથા સ્વામિવાત્સલ્ય થયા હતા. દેશનાનો ધોધ વરસાદથી જનતા ધર્મ પ્રવૃત્તિમાં અજબ યોજાઈ. ત્યાંથી ધર્મપ્રેમી અને શાસન પ્રભાવનામાં સારે ફાળો આપનાર ધર્મરાગી દાનવીર સંઘવી શેઠ નગીનદાસ કરમચંદ