________________
સરિશખરે
It ર૬૭ તેરાપંથમાં પેસી જાત. ધર્મની દાઝ હૈયે રાખી આ ચળવળ કરનાર આત્માઓને ધન્ય છે કે પ્રભુ મૂર્તિના નિંદકે સાથે વ્યવહાર બંધ કરવાની અજબ હિંમત વાપરી. શિષ્યોને મોકલ્યા
પર્યુષણ પર્વ આવતા હરિપુરાના સંઘના આગ્રહથી આચાર્યદેવે મુનિશ્રી ભુવનવિજયજીને તથા નવાપુરાના સંધના આગ્રહથી મુનિશ્રી પ્રવીણવિજયજીને પર્યુષણ પર્વ ઉજવવા માટે મેકલ્યા હતા. તેઓએ જનતામાં અપૂર્વ આનંદ અને સભાવ પેદા કર્યો હતે. પરાઓમાં જાગૃતિ–
પર્યુષણબાદ હરિપુરા તથા નવાપુરાના સંઘના આગ્રહથી આચાર્ય દેવ ભવ્ય સત્કારથી પધાર્યા હતા. દરેક સ્થળે ચેડા થોડા દિવસોની સ્થિરતા દરમ્યાન વ્યાખ્યાનેથી અપૂર્વ જાગૃતિ થઈ. તેમજ અષ્ટાબ્લિકા મહત્સવ, સ્વામિવાત્સલ્ય વિગેરે શાસન પ્રભાવનાના કાર્યો સારા પ્રમાણમાં થયા હતા. વડાચૌટાના સંઘના આગ્રહથી ત્યાં પણ પધાર્યા હતા. જ્યાં લગભગ પંદર દિવસની સ્થિરતા દરમ્યાન અઠ્ઠાઈ મહત્સવ તથા શાન્તિસ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું. ત્યાંની જૈન જનતામાં પણ અજબ ચૈતન્ય પ્રસર્યું. ગોપીપુરામાં પણ વિજયકમળસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ નિમિત્તે અષ્ટાબ્લિકા મહત્સવ તથા શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું. ચાતુર્માસમાં એકંદર અનેક ધર્મ પ્રભાવનાઓ થવા પામી હતી. મૂર્તિ પ્રતિષ્ઠાદિ –
ચતુર્માસબાદવિશાળ મુનિમંડલ સાથેચરિત્રનેતાએ તારક ગુરૂદેવની સ્વર્ગભૂમિ જલાલપુર પ્રતિ ભાવભીની ભક્તિથી પ્રયાણ કર્યું. ત્યાં ચરિત્ર નેતાનું સુંદર સ્વાગત થયું. તેમજ અમદાવાદથી સ્વર્ગસ્થ આચાર્યદેવ