________________
૨૧૬]
કવિકુલકિરીટ તેઓ કદાપિ કાલે ગમે તેવા વિઘના સમૂહથી ડરતા નથી. અનુકુળ અગર પ્રતિકૂળ ઉપસર્ગોને સામને કરી શકે છે. મુનિશ્રી જયંતવિજયજી ત્યાંની જનતા સાથે ગામમાં ગયા પણ તેમણે ચારે આહારને ત્યાગ કર્યો, અને તેઓને જણાવ્યું કે મને મારા ગુરૂદેવની પાસે મુકી આવશો. ત્યારે જ મારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે. એક દિવસ તે તેફાની વર્ગની હાજરીમાં રહ્યા, તેમની આવા પ્રકારની મક્કમતાથી તેઓને ખાત્રી થઈ કે આ ભાઈએ દઢ વૈરાગ્યપૂર્વક આત્મકલ્યાણ સમજીનેજ દીક્ષા લીધી છે. સર્વે મળી વાજતે ગાજતે ગુરૂદેવની નિશ્રામાં મૂકી ગયા. ધન્ય છે ! ધર્મ માટે કટીબદ્ધ થયેલા એ તારક ગુરૂદેવને ધન્ય હો! એ નૂતન મુનિની આત્મ દઢતાને અભિનંદન છે એ જૈનેતરજ્ઞાતિના આશાભાઈ પટેલની હીંમત અને ધર્મભાવનાને ! મહાવીર પરમાત્માના અનુયાયી કહેવડાવનારા એ નામધારી જૈને, આશાભાઈ પટેલને દાખલે હૃદયમાં ઉતારશે ખરા કે? બોરસદથી વિહાર–
ચરિત્રનાયક બેરસદથી પેટલાદ, તારાપુર, સાયમ થઈ સસ્વાગત ખંભાત પધાર્યા. અત્રેથી બેરૂ થઈ હિમતપુર પધાર્યા. જ્યાં એક જાહેરભાષણ રાખવામાં આવ્યું હતું, જેમાં ત્યાંના ઠાકોરસાહેબે તથા અન્ય રાજ્યના અમલદાર વર્ગ પણ હાજરી આપી હતી. અનેક પ્રકારની ધર્મચર્ચા થયા પછી ઠાકરસાહેબે સંતોષ જાહેર કર્યો હતો અને હિંસા ન કરવી એવી પ્રતિજ્ઞા લીધી હતી, ત્યાંથી ધોલેરા પધાર્યા હતા. જ્યાં મધ્ય બજારમાં માનવધર્મ વિષયક જાહેરભાવણ રાખવામાં આવ્યું હતું. જેમાં અનેક જૈન જૈનેતરેએ લાભ લીધું હતું. એક સન્યાસી સાથે ધર્મચર્ચા થતાં મહારાજશ્રીની તર્કશક્તિ અને તત્વ સમજાવવાની પદ્ધતિ જોઈ ખુશ થયા હતા, અને જૈન ધર્મના અબાધિત તની મુક્તકંઠે પ્રશંસા કરવા લાગ્યા હતા. અત્રેથી વિહાર કરી વેળાવદર, રતનપુર થઈ વળા થઈ સીહરિ પધાર્યા. દરેક ઠેકાણે ચરિત્રનાયકના